બોલતાં પહેલા બે વાર વિચારજો – ફિલ બોસ્મન્સ

Phil_Bosmans

કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો.

શબ્દો શક્તિશાળી શસ્ત્રો છે, જેને કારણૅ અનેક મહાભારત સર્જાય છે.

તમારી જીભને કારણે સામો માણસ ગમાર લાગે આવું તો ન જ કરો.

તમારા મોટે મોઢે સામો માણસ નાનો લાગે એવું તો કરતા જ નહીં.

એક કઠોર શબ્દ, એક ધારદાર વાગ્બાણ કોઈના દિલને લાંબા સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એક કાયમી જખમ.

સ્વીકારો કે બીજા તમારાથી જુદા છે, કંઈક જુદું જ અનુભવે છે અને બોલે છે – થોડાક સૌમ્ય બનો, શબ્દોથી એના ઘા રુઝાવો.

શબ્દો ફુલ જેવા હળવા હોવા જોઈએ, શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઈએ, જે લોકોને એકમેક સાથે જોડી આપે અને સુખચેનનો અહેસાસ કરાવે.

શબ્દો જ્યારે શસ્ત્રો બને છે ત્યારે, લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.

જિંદગી બહુ જ ટૂંકી છે, અને આપણી દુનિયા કુરુક્ષેત્ર બનવા માટે બહુ નાનકડી છે.

મારે જે કહેવું છે એના વિષે હું પૂરેપૂરું જાણું નહીં ત્યાં સુધી, હે ઈશ્વર, મારી વાણીના તીરને મ્યાન કરવામાં મદદ કર.

Categories: ચિંતન | Tags: | 6 Comments

Post navigation

6 thoughts on “બોલતાં પહેલા બે વાર વિચારજો – ફિલ બોસ્મન્સ

 1. No problem in writing !

 2. mahavir mehta

  sahu sathe prem thi chaljo [ live with love with all ] aada vad na karsho [ do not discuss more ] ninda koi ni na karsho [ do not critic any one] ane baro bari pan karsho nahi [ and never compare with any body]

 3. mahavir mehta

  sahu sathe prem thi chaljo [ live with love with all ] vaada vad na karsho [ do not discuss more ] ninda koi ni na karsho [ do not critic any one] ane baro bari pan karsho nahi [ and never compare with any body]

 4. સુરેશ જાની

  આ વાત બહુ જ ગમી ગઈ.

 5. arvindadalja

  આપણને બીજા પાસેથી સાંભળવા ના ગમે તેવા શબ્દો નહિ બોલવા જોઈએ ! વિવેક અને વિનય દ્વારા પણ આપણી વાત કહી શકાતી હોય તો કઠોર શબ્દો કોઈને મન દુખ પહોંચાડે તેવા નહિ બોલવા સતત સભાન રીતે પ્રયત્નો કરતા રહેવું ! ધન્યવાદ ! આપની વાત કહેવાની રીત ખૂબ જ ગમી. આભાર .
  આપ મારા બ્લોગની મુલાકાત લેશો અને આપના પ્રતિભાવો જણાશો તો મને ખૂબ જ આનંદ સાથે પ્રોત્સાહન પણ મળશે. મારા બ્લોગની લીંક http.www.arvindadalja.wordpress.com

  સ-સ્નેહ
  અરવિંદ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: