કલ્પનાબહેને આજે ગોપીભાવમાં રચેલું સુંદર ભજન મોકલેલ છે. આપ તેમના અન્ય ભજનો તેમના બ્લોગ મધપુડો ઉપરથી પણ માણી શકશો. મધપુડો બ્લોગ ઉપર આપ શ્રી દિગંબરભાઈ સ્વાદિયાની સુંદર ગદ્ય કૃતિઓ પણ માણી શકશો. આ ભજન મોકલવા બદલ કલ્પનાબહેનનો ખૂબ આભાર.
મારી પાંપણને પગથિયે પ્રભુ પગલાં પાડો ને,
પગલાં પાડો, પગલાં પાડો, વાટડી જો ઉં રે….મારી0
અંતર આકુળવ્યાકુળ મારી વ્યથા કહું કોને રે,
પથ નિહારી થાકી ગઇ છે આંખડી મારી રે …. મારી0
શ્રધ્ધાનો દીપ જલી રહ્યો મારી કાયાના કોડિયે રે,
અશ્રુ જળનાં ઝરણાં વહે છે ચરણ ધોવા રે …. મારી0
કીકીનાં કમાડ ઉઘાડાં મારાં રાતદિન રે,
રાધાજીની સંગે પધારો શ્યામ સુંદર રે …. મારી0
સખુ નથી, હું શબરી નથી, નથી હું મીરાં રે,
ગાંડી ઘેલી ગોપી છું તારી, શરણે લેજે રે ….. મારી0
લોચનનાં આસને પાથર્યા પ્રાણ મેં મારા રે,
દેવકીજીના જાયા પધારો, કરુણા કરીને….. મારી0
જશોદાજીના લાલ પધારો કરુણા કરીને…. મારી0
સુંદર ભજન છે.
આદરણીય,કલ્પનાબહેન,
આપે ખુબ સુંદર ભજન લખ્યું છે.અભિનંદન.
મારી રચના માણશો.પ્રતિભાવ ગમશે.
મનવા ભજ લે તુ ભી હરિનામ-હરિનામ.
તોહે મીલેગા આરામ(૨)પ્રભુનામ હૈ સુખધામ
મનવા ભજ લે તુ ભી હરિનામ-હરિનામ.
અર્જુન કો તુને ગીતા સુનાયો,સારથિ બન સંગ્રામ જીતાયો,
ભક્તો કા કીયા તુને કામ, મનવા ભજ લે તુ ભી હરિનામ-હરિનામ.
ઝહેર કે પ્યાલે મેં જા સમાયો,અમ્રીત બનકે મિરા કો ઉગાર્યો.
રટતી થી વહ તેરા નામ,મનવા ભજ લે તુ ભી હરિનામ-હરિનામ.
મનવા મેરા આજ તુજકો પુકારે,તેરે દરસ કો રાહ નિહારે.
કર દે મેરા યહી કામ, મનવા ભજ લે તુ ભી હરિનામ-હરિનામ.
મનવા ભજ લે તુ ભી હરિનામ-હરિનામ.
તોહે મીલેગા આરામ(૨)પ્રભુનામ હૈ સુખધામ
મનવા ભજ લે તુ ભી હરિનામ-હરિનામ.
માર્કંડ દવે.તાઃ૨૪-૫-૦૯
અતિ સુંદર ભજન … શ્રધ્ધાનો દીપ જલી રહ્યો છે … સરસ પંક્તિઓ…