Daily Archives: 22/05/2009

સ્વ-મૂલ્યાંકન

ઈન્ટરનેટ ઉપરથી ચૂંટેલા શ્રેષ્ઠ અંગ્રેજી લેખો ભાષાંતર કરી, સારા વિચારો વાચકો સુધી પહોંચાડવાનો સંનિષ્ઠ પ્રયાસ શ્રી વિકાસ નાયકે કર્યો છે. આ બધા લેખો કથા કોર્નર નામના પુસ્તક રૂપે સંગ્રહિત કરીને પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

katha_kornar_3

[ઈન્ટરનેટ કોર્નર, કથા કોર્નર, ગુજરાતી ભાષાંતરઃ શ્રી વિકાસ ઘનશ્યામ નાયક, પ્રકાશકઃ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૪, ફોનઃ૨૬૫૬૪૨૭૯, કુલ પાનાઃ૧૨૮, કિંમતઃ૮૫ રૂ.]

Categories: કથા કોર્નર, ટુંકી વાર્તા | Tags: | Leave a comment

પાંપણનાં પગથિયે – કલ્પના સ્વાદિયા

કલ્પનાબહેને આજે ગોપીભાવમાં રચેલું સુંદર ભજન મોકલેલ છે. આપ તેમના અન્ય ભજનો તેમના બ્લોગ મધપુડો ઉપરથી પણ માણી શકશો. મધપુડો બ્લોગ ઉપર આપ શ્રી દિગંબરભાઈ સ્વાદિયાની સુંદર ગદ્ય કૃતિઓ પણ માણી શકશો. આ ભજન મોકલવા બદલ કલ્પનાબહેનનો ખૂબ આભાર.

મારી પાંપણને પગથિયે પ્રભુ પગલાં પાડો ને,
પગલાં પાડો, પગલાં પાડો, વાટડી જો ઉં રે….મારી0

અંતર આકુળવ્યાકુળ મારી વ્યથા કહું કોને રે,
પથ નિહારી થાકી ગઇ છે આંખડી મારી રે …. મારી0

શ્રધ્ધાનો દીપ જલી રહ્યો મારી કાયાના કોડિયે રે,
અશ્રુ જળનાં ઝરણાં વહે છે ચરણ ધોવા રે …. મારી0

કીકીનાં કમાડ ઉઘાડાં મારાં રાતદિન રે,
રાધાજીની સંગે પધારો શ્યામ સુંદર રે …. મારી0

સખુ નથી, હું શબરી નથી, નથી હું મીરાં રે,
ગાંડી ઘેલી ગોપી છું તારી, શરણે લેજે રે ….. મારી0

લોચનનાં આસને પાથર્યા પ્રાણ મેં મારા રે,
દેવકીજીના જાયા પધારો, કરુણા કરીને….. મારી0

જશોદાજીના લાલ પધારો કરુણા કરીને…. મારી0

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 3 Comments

વીણેલાં ફૂલ (2/35) – હરિશ્ચન્દ્ર

vinela_ful_02_35_1
vinela_ful_02_35_2

Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: | 1 Comment

Create a free website or blog at WordPress.com.