છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય – (81)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય – ૧૪
પ્રકરણ ૮૧ – છેવટની વાત : આત્મજ્ઞાન અને ભક્તિનો આશ્રય

27. હવે એક ચેવટની વાત કરી લઈએ. તમે સત્વગુણી બનો, અહંકારને જીતી લો, ફળની આસક્તિ પણ છોડી દો, છતાં જ્યાં લગી આ દેહ વળગેલો છે ત્યાં લગી વચ્ચે વચ્ચે પેલા રજ-તમના હુમલા થયા વગર રહેતા નથી. એ ગુણોને જીતી લીધા છે એવું ઘડીભર લાગશેયે ખરૂં. પણ તે પાછા જોર કરીને આવ્યા વિના રહેતા નથી. સતત જાગ્રત રહેવું જોઈએ. સમુદ્રનું પાણી જમીનમાં જોરથી દાખલ થવાથી જેમ અખાતો નિર્માણ થાય છે, તેમ રજ-તમના જોરાવર પ્રવાહો મનોભૂમિમાં પેસી જઈને અખાતો નિર્માણ કરે છે. તેથી જરાયે છિદ્ર રહેવા ન દેશો. કડક પહેરો રાખજો. અને ગમે તેટલા ખબરદાર રહેશો તોયે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી, આત્મદર્શન નથી, ત્યાં સુધી જોખમ છે જ એમ જાણજો. એટલે ગમે તે કરો પણ એ આત્મજ્ઞાન મેળવ્યા વિના જંપશો નહીં.

28. કેવળ જાગૃતિની કસરતથી પણ એ બને એવું નથી. તો કેવી રીતે બનશે ? અભ્યાસથી થશે ? ના. એક જ ઉપાય છે.તે ઉપાય ‘ હ્રદયની અત્યંત ઊંડી લાગણીથી, ખૂબ તાલાવેલીથી ભગવાનની ભક્તિ કરવાનો ’ એ છે. રજ-તમ-ગુણોને જીતી લેશો, સત્વગુણને સ્થિર કરી તેના ફળની આસક્તિને પણ એક વાર જીતી લેશો છતાં તેટલાથીયે કામ સરવાનું નથી. જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી કાયમ ટકી રહો એ બનવાનું નથી. છેવટે તે માટે પરમેશ્વરની કૃપા જોઈએ. તેની કૃપાને માટે અંતરની ઊંડી લાગણીવાળી ભક્તિથી પાત્ર બનવું જોઈએ. એ વિના બીજો ઉપાય મને દેખાતો નથી. આ અધ્યાયને છેડે અર્જુને ભગવાનને એ સવાલ પૂછ્યો અને ભગવાને જવાબ આપ્યો કે, ‘ અત્યંત એકાગ્ર મનથી નિષ્કામપણે મારી ભક્તિ કર, મારી સેવા કર. જે એવી સેવા કરે છે તે આ માયાને પેલે પાર જઈ શકે છે. એ વિના આ ગહન માયા તરી જવાનું બને એમ નથી. ’ ભક્તિનો આ સહેલો ઉપાય છે. આ એક જ માર્ગ છે.

Categories: ગીતા પ્રવચનો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: