રાગઃ- માલકોશ
કહે શ્રીકૃષ્ણ સુનો ઉધ્ધવ, મોહી વ્રજના ભુલાઇ
ગોપગોપિયાં બાલ મંડલી, નિત નિત યાદ આઇ –ટેક
નંદ બાબાકો ધીરજ દેના, ઔર જસોદા માઇ
હમ આવેગા દોનો ભૈયા, વૃથા ન કરે ચિંતાઇ –1
હમ દોનો કો પાલન કીયો, કીયે બડે પય પાય
માખન મિસરી ભાવસે ખવાઇ, સો ગુન ક્યોં બિસરાઇ –2
મુજ વિરહમેં રોતી હરદિન, ગોપી કો સમજાઇ
તુમરે દુઃખે રહતમૈં દુઃખી, તુમ સુખે સુખદાઇ –3
કહત પ્રભુ સંદેશ ઉધ્ધવ, કહીએ ગોકુલ જાઇ
ભજનપ્રકાશ મહાભાગ્ય ઉધ્ધવ, પ્રેમ નગરમેં જાઇ –4