રાગઃ- રામગ્રી
અનેવાલા સીતાજી કહે શ્રીરામને, વિનંતી સુણો સ્વામી હમારી
અંતર્યામી વેલા આવજો, દાસી છું હું તમારી –ટેક
અને વાલા રઘુનાથ રામ રાઘવા, મેલ્યાં કેમ વિસારી
અસૂર વતનમાં અમે એકલાં, ઘોર રાત અંધારી –1
અને વાલા રાવણ રાજા આવી રીડ કરે, રીસ કરે બહુ ભારી
માસ દિવસ પછી મારશે, તજશું દેહ હમારી –2
અને વાલા શૂળીની માથે મારી સેજડી, નેણે નીંદ નહીં હમારી
રાઘવ વિના નવ રીઝવે, રામ રામ જપે જીભ હમારી –3
અને વાલા અવધિ વિત્યા પછી જો આવશો, રહેશે નહીં દેહ પ્રાણ ધારી
ભજનપ્રકાશના સ્વામી આવજો, અંતમાં લેજો ઉગારી –4