અમે છીએ પ્રવાસી પંથી, અહીં ઘડી રહેવાનું નથી –ટેક
અજાણ્યા અમે આવી ચડ્યાં, વિદેશમાં રહ્યા વસી
વતનથી વિછોયાં થયાં, અહીં રહેવું ગમતું નથી –1
નહીં કોઇ અહીં દેશી હમારા, વહેવારમાં કોઇ મળતા નથી
વાતો અંતરની કોને કહીએ, વાતોમાં કોઇ સમજતાં નથી –2
દિશા ભૂલાં થયાં આદેશથી, દિશા કશી સૂઝતી નથી
ભૂમી તણો ભોમિયો અમને, બતાવનાર મળતો નથી –3
દેશ તણો દિલાસો અમને, દેનાર મળે કોઇ આજથી
ભજનપ્રકાશ ભીતરમાં સદા, રહું નિત યાદગીરથી –4
Khub sunder….. Bina