રાગઃ- ગઝલ
અરે ક્યાં નથી કીરતાર તારો, છે ચહુ દીસે ચોપાસમાં
અરે જોજો ખોલી આંખ, એ રહ્યું અસ્તિત્વ અવકાશમાં –ટેક
ચંદ્ર સુરજ તારા સો રહ્યા, સબ ત્રીકમના તારમા
કરી ગર્જના બતાવતા બધીરને, સાગર સદા સંસારમાં –1
ધડનારાને કહી બતાવતા, પર્વત કરી પોકારમાં
વૃક્ષો સદા આંગળી ઉંચી કરી, બતાવતા આકાશમાં –2
ઘટઘટમાં રહ્યો વસી, પરમાત્મા પિંડ બ્રહ્માંડમાં
ભજનપ્રકાશ ભીતરમાં જપે, તુંહી તુંહી તારમાં –3