રાગઃ- ભાઇ મારો સાથીડો રીસાણો
સુખ શાં લીધાં તમે શામળા, જનમી જદુકૂળની માંય
દ્વારકા આવીમેં દેખ્યુ તો, તારે પણ કજીયાના ઓલાય –ટેક
રાણીયુ તારી રૂસણે બેસે, કજીયા કાયમ થાય
સોળસહસ્ત્રનો સંતાપ રહ્યો, અમારે એકની ઉપાધી થાય –1
બાર બાર વરસ વિયોગે, તમે વસો વિઠલરાય
દુર્વાસાનો કોપ થયો તે, દુઃખ કોને કહેવાય –2
અનિરૂધ્ધને ઓખા માટે, ચિત્રલેખા લઇ જાય
બાણાસુર સામે બાથ ભીડે, એની સહસ્ત્ર ભૂજા કપાઇ –3
કૂળમાં કોઇ કહ્યું ન માને, બ્રહ્મ અપરાધ થાય
કથરૂં કુળ કુટાઇ ગયું, યાદવાસ્થળી થાય –4
સુખડાં લીધાં કે સંતાપ, તેં જદુકુળની માંય
ભજનપ્રકાશ તારી અજબ લીલા, દેખી દીલ હરખાઇ –5