રાગઃ- હીંચ
હે દ્વારકાના નાથ તમે ઝાલો મારો હાથ
પકડો મારો હાથ પ્રભુ તારો છે સંગાથ –ટેક
અધમ ઉધ્ધારણ બીરદ તારો, અનાથના છો નાથ
તરણ તારણ ત્રીકમ પ્રભુ, ત્રિલોકના નાથ –1
અશરણનું શરણ તમે, દીનબંધુ દીનનાથ
ભવતારણ ભૂધર પ્રભુ, ભક્ત વત્સલ ભવનાથ –2
ગરીબની તમે વિનતી પ્રભુ, સાંભળો જદુનાથ
ભજનપ્રકાશ છોડી તુમ, શરણ કહાં જાત –3
BELIEVE IN GOD SINCE GOD IS ALWAYS GREAT.