અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા – (31)

ગીતા પ્રવચનો (વિનોબા)
અધ્યાય છઠ્ઠો : ચિત્તવૃત્તિ-નિરોધ
પ્રકરણ ૩૧ – અભ્યાસ, વૈરાગ્ય અને શ્રદ્ધા

25. ટૂંકમાં ચિત્તની એકાગ્રતા, જીવનમાં પરિમિતતા એને શુભ સામ્યદ્રષ્ટિ એટલાં વાનાં ધ્યાનયોગને માટે જરૂરી છે. આ ઉપરાંત બીજાં પણ બે સાધનો કહ્યાં છે. તે બે છે વૈરાગ્ય ને અભ્યાસ. એક વિધ્વંસક સાધન છે ને બીજું વિધાયક છે. ખેતરમાં ઊગી નીકળેલું નીંદણ ઉખેડી કાઢવું એ વિધ્વંસક કામ થયું. એને જ વૈરાગ્ય કહ્યું છે. બી રોપવું કે ઓરવું એ વિધાયક કામ છે. મનમાં સદવિચારોનું ફરી ફરીને ચિંતન કરવું તે અભ્યાસ છે. વૈરાગ્ય વિધ્વંસક ક્રિયા છે અને અભ્યાસ વિધાયક ક્રિયા છે.

26. વૈરાગ્ય ચિત્તમાં કેવી રીતે કેળવાય ? આપણે કહીએ છીએ કે કેરી મીઠી છે. પણ મીઠાશ શું માત્ર કેરીમાં છે ? એકલી કેરીમાં મીઠાશ નથી. આપણા આત્મામાં રહેલી મીઠાશ આપણે વસ્તુમાં રેડીએ છીએ અને તેથી પછી તે ચીજ આપણને મીઠી લાગે છે. તેથી અંદરની મીઠાશ ચાખતાં શીખો. કેવળ બહારની વસ્તુમાં મીઠાશ નથી પણ પેલો ‘ रसानां रसतमः ’ – રસોનો પણ રસ, માધુર્યસાગર આત્મા મારી પાસે છે તેને લીધે વસ્તુઓમાં મધુરતા આવે છે. એવી ભાવના કેળવતાં કેળવતાં વૈરાગ્ય હાડમાં ઊતરી જશે. સીતાએ હનુમાનને મોતીનો હાર આપ્યો. મારુતિ એક એક મોતી દાંતથી ફાડે, જુએ ને ફેંકી દે. એકેમાં તેને રામ ન દેખાય. રામ તેના હ્રદયમાં હતો. પેલાં મોતીને માટે બેવકૂફ લોકોએ લાખ રૂપિયા આપ્યા હોત.

27. આ ધ્યાનયોગ બતાવતાં ભગવાને શરૂઆતમાં જ એક મહત્વની વાત કહી છે કે, ‘ મારે મારો ઉદ્ધાર કરવો જ છે, હું આગળ જઈશ જ, ઉપર ઊંચો કૂદકો મારવાનો જ. આ મનખાદેહમાં હું આવો ને આવો પડી રહેનાર નથી. પરમેશ્વરની પાસે પહોંચવાની હું હિંમત રાખીને કોશિશ કરીશ, ’ એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. આ બધું સાંભળતાં સાંભળતાં અર્જુનને શંકા આવી. તે કહે છે, “ હે ભગવાન, હવે મોટા થયા, બે દિવસ રહીને મરી જઈશું. પછી આ બધી સાધનાનો શો ઉપયોગ ? ” ભગવાને કહ્યું, “ મરણ એટલે લાંબા ગાળાની ઊંઘ. રોજની મહેનત કર્યા બાદ આપણે સાતઆઠ કલાક ઊંઘીએ છીએ. એ ઊંઘનો શું આપણને ડર લાગે છે ? ઊલટું ઊંઘ ન વે તો ચિંતા થાય છે. જેવી ઊંઘની તેવી જ મરણની જરૂર છે. ઊંઘી ઊઠીને આપણે આપણું કામ ફરી શરૂ કરીએ છીએ. તેવી જ રીતે મરણ પછી પણ આ પાચલી બધી સાધના આપણને આવી મળશે. ”

28. જ્ઞાનેશ્વરીમાં જ્ઞાનદેવે આ પ્રસંગની ઓવીઓમાં જાણે કે આત્મચરિત્ર લખ્યું હોય એમ લાગે છે.

‘बालपणीं च सर्वज्ञता । वरी तयातें ’
‘सकल शास्त्रें स्वयमें । निधती मुखें ’

બાળપણમાં જ સર્વજ્ઞતા તેમને મળે છે બધાં શાસ્ત્રો આપમેળે તેમના મોંમાંથી બહાર પડે છે. એ બધી કડીઓમાં આ બીના દેખાય છે. પૂર્વજન્મનો અભ્યાસ તમને ખેંચી ગયા વગર રહેતો નથી. કોઈક એક વ્યક્તિનું ચિત્ત વિષય તરફ વળતું જ નથી. તેને મોહ જેવું કંઈ થતું. એનું કારણ એ કે તેણે પૂર્વજન્મમાં સાધના કરેલી હોય છે. ભગવાને આશ્વાસન આપી રાખ્યું છે કે –

न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं तात गच्छति

‘ બાપુ કલ્યાણમાર્ગે કો દુર્ગતિ પામતો નથી. ’
કલ્યાણમાર્ગનું સેવન કરનારનું કશુંયે ફોગટ જતું નથી. આવી આ શ્રદ્ધા છેવટે આપી છે. અપૂર્ણ છેવટે પૂરૂં થશે. ભગવાનના આ ઉપદેશમાંનું સ્વારસ્ય લો એને પોતાના જીવનનું સાર્થક કરી લો.

Categories: ગીતા પ્રવચનો | Tags: | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: