મુરખો છોડી ચાલ્યો સંસાર, ખોઇને આવો એળે અવતાર –ટેક
શું આવ્યો શું જાયો જગમાં શું જાણ્યો જીવનનો સાર
ઘર ધંધામાં બેલ બનીને, ઘુમી રહ્યો ઘરબાર –1
લટકે હરતો લટકે ફરતો, કરીને પગ ખમકાર
આગળ પાછળ અંગડુ નિહાળે, ચામને જોતો ચમાર –2
જુવાનીમાં જાણતો જીવ મન, જીવીશ વરસ હજાર
ઘડપણે આવી દઇડી ઘેરી, મન મનોરથ અપાર –3
આજકાલ કરતાં વાયદો આવ્યો, મરણ મોટેરો માર
ભજનપ્રકાશ કહે ધોખામાં ગયો, રડતો આંસુધાર –4