મૂરખને મોહની મોટપ આવે રે, એને ભક્તિ ક્યાંથી ભાવે –ટેક
મોઢે આવી મીઠાં વેણ વદે ઇ, પાછળ કડવાં બોલે
દોરંગી દુનિયા દો મુખ ભાખે ઇ, મરજી માફક ચાલે –1
સવળું કહીએ તેને અવળું માને, વિશ્વાસ વાતમાં ન આલે
જુઠાં બોલાને પ્રભુ પહોંચે એની, જીભડી જમડા જાલે –2
અભિમાની નર આકરો ફરે જાણે, આખલો આકેલ ભારે
સત્યની વાત એને સમજાવીએ ત્યાં, ગરજી માથું મારે –3
અક્કલ વાટી એણે આટો બનાવીને, મુખમાં મેલી જાવે
નપૂસંક નર તો નહીં નારી નરમાં,ઇ ભુતના ભાઇ નક્કી થાવે-4
પાપીને મારો પ્રભુ પહોંચે એને, સંત કેમ સમજાવે
ભજનપ્રકાશ કહે પાપી નર ઇ, જમથી સીધા થાવે –5