પોલીએના – રાજી થવાની રમત

આશા આનંદ જગાડતી જીવનદૃષ્ટિઃ

“દરેક વસ્તુ પછી એ ભલેને ગમ્મે તેવી હોય, તેમાંથી સારું શોધી એમાં રાજી થવું એ જ તો રમત છે”

આ રમતે કેટકેટલાનાં હ્રદયને પ્રફુલ્લ બનાવ્યાં ! મરવાના વાંકે જીવતાં અનેક સ્ત્રી-પુરુષોને પૉલીએનાની સંજીવનીએ જીવનામૃત અર્પ્યું

આ સુંદર વાર્તા અંગ્રેજીમાં વાંચવા અહિ ક્લિક કરો.

ગુજરાતીમાં શ્રી રશ્મિબહેન ત્રિવેદીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે.

Advertisements
Categories: જીવનામૃત (સંજીવની) | ટૅગ્સ: | 7 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

7 thoughts on “પોલીએના – રાજી થવાની રમત

 1. hitesh joshi

  Congratulation i have read story really it is heart touching and one of the best
  Congratulation to you

 2. ખુબ જ સુંદર બુક છે. વાંચતા વાંચતા ઘણીવાર હસી પણ લીધું અને રડી પણ લીધું. ખુબ જ ભાવવિભોર કરી દે છે પોલીએના. આટલી નાની ઉંમરમાં જીવન પ્રત્યે રાજી થવાની વૃત્તિ તેનામાં જોવા મળી. કાશ કે સૌ કોઈ આવી જીવન દ્રષ્ટિ અપનાવી શકે.
  થેંક યુ આવી સરસ બુક માટે. 🙂

  • જ્યારે જ્યારે જીવનમાં મને નીરાશા મળે છે – જ્યારે જ્યારે હું જિંદગીથી હારી જાઉ છું – ત્યારે ત્યારે હું આ પુસ્તક ફરી ફરીને વાંચુ છું. આ પુસ્તક મેં વસાવી લીધું છે – લાઈબ્રેરીમાંથી લાવવાનું હોય તો વળી બુક કરાવવું પડે. દરેક મુશ્કેલીના સમયે પોલીએના મારી વહારે આવી છે. જ્યારે જ્યારે હું ખુશ મિજાજમાં હોઉ ત્યારે ત્યારે આ રમત અન્યને શીખવાડવાનું કામ કરુ છું. 🙂

   તો હવે જ્યારે જ્યારે કશીક ઉદાસી આવે ત્યારે તમે આ રાજી થવાની રમત રમશો ને?

   • ચોક્કસ તો નથી કહી શકતી પરંતુ હા, તેના માટે દિલ થી પ્રયત્ન જરૂર કરીશ. 🙂

    • આ વાતથી હું ખુબ રાજી થયો કે તમે દિલથી પ્રયત્ન કરશો – હા, તમે એવું વિચારી શકો કે પોલિએના આટ આટલી મુશ્કેલીમાં આ રમત રમી શકતી, હેલન કેલર આટલી બધી વિપરીત પરિસ્થિતિમાં યે કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકી – કાર્વર કેવી મુશ્કેલ પરિસ્થિતિમાંથી આગળ વધ્યાં – ગીજુભાઈ કેવી રીતે સામા પ્રવાહે તર્યા – અને આવા આવા વ્યક્તિત્વોના વિચાર કરશો તો તેવે સમયે લાગશે કે પોતાની મુશ્કેલી તો કાઈ નથી.

     વળી રાજી થવાની રમત તો એવી છે કે ખરાબ પરિસ્થિતિમાં યે કશુક સારુ શોધી કાઢવું –

     જેમ કે:-
     હું ભલે બંને આંખે જોઈ નથી શકતો પણ તો યે એક આંખે તો જોઈ શકું છું ને?
     અથવા તો
     ૪૨ વર્ષ અને છ મહિના સુધી તો હું બંને આંખે જોઈ શકતો હતો ને?

     આમ હકારાત્મક વિચારો કરવાથી આપણાં મગજના રાસાયણીક સ્ત્રાવો પણ નિયંત્રીત થશે અને મુશ્કેલ પરિસ્થિતિમાં યે ટકી રહેવાનું બળ મળશે.

     આ રમત મિત્રો સાથે રમવાની ખૂબ મજા આવે છે – તમે મારી સાથે આ રમત રમશો? બીજા મિત્રોને પણ આ રમત શીખવાડશો? તેમને પણ રમવા માટે પ્રેરશો?

 3. HEMANT

  I WANT TO READ THIS BOOK IN GUJARATI WHAT’S THE NAME OF THE BOOK
  PLEASE GIVE ME

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: