માતા-પિતાની છત્ર છાયા

હયાત માત-પિતાની છત્ર છાયામાં
વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો.
હોઠ અડધા બીડાઈ ગયા પછી…
મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો…

અંતરનાં આશીર્વાદ આપનારને
સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો.
હયાતિ નહીં ત્યારે નત મસ્તકે
છબીને નમન કરીને શું કરશો…

કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
પ્રેમાળ હાથ પછી, તમારા પર કદી નહીં ફરે.
લાખ કરશો ઉપાય, તે વાત્સલ્ય લ્હાવો નહીં મળે
પછી દિવાન ખંડમાં, તસ્વીર મૂકીને શું કરશો.

માતા પિતાનો ખજાનો, ભાગ્યશાળી સંતાનને મળે
અડસઠ તીરથ તેના ચરણોમાં બીજા તીરથ ના ફળશો.
સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં
પછી કિનારે છીપલાં વીણીને શું કરશો.

હયાત હોય ત્યારે, હૈયું તેનું ઠારજો,
પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો.
પંચ ભૂતમાં ભળી ગયા પછી, આ દેહના,
અસ્થિને ગંગાજળમાં પધરાવીને શું કરશો.

શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
હેતથી હાથ પકડીને કયારેક, તીર્થ સાથે ફરજો.
માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સનાતન સત્ય છે
પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો.

પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો.
પ્રેમથી હાથ ફેરવીને, ‘બેટા’ કહેનાર નહીં મળે,
પછી ઉછીનો પ્રેમ લઈને, આસું સારીને શું કરશો.

Categories: મારી વહાલી મા | 6 Comments

Post navigation

6 thoughts on “માતા-પિતાની છત્ર છાયા

 1. આ રચના અમારા સુધી પહોંચાવવા બદલ આપનો ખૂબ આભાર.

  રચનાની એક-એક પંક્તિ હ્રદય પર અંકિત કરવા જેવી છે. દરેક પંક્તિ આજના સમાજનું માતા-પિતા પ્રતીનું વલણ રજુ કરે છે. ખાસ કરીને આજના યુવાનોએ આ રચનાને વાંચી અને તેના મર્મને સમજી જીવનમાં ઉતારવું જરૂરી છે.

  કૃપયા રચનાકારનું નામ જાણતા હો તો જણાવશો.

  વૈભવ રાણા

 2. Waah…………

 3. Khub sunder blog!

 4. Vaibhav

  મા-બાપ નુ માને નહી તે પુત્ર ને ધિક્કાર છે
  સેવા ન કરે મા-બાપ ની એ પુત્ર ને ધિક્કાર છે
  કહ્યુ ના કરે મા બાપ નુ એ પુત્ર ને ધિક્કાર છે
  નાના થકી મોટા કરીયા ભીના થકી કોરા કરીયા
  એ ગુણ ભુલે અભાગ્યો એ પુત્ર ને ધિક્કાર છે
  મોટા કરી પરણાવ્યા દાગી ના વેચી અંગના
  દેવુ ના ભરે મા-બાપ નુ એ પુત્ર ને ધિક્કાર છે
  પરણાવ્યા પછી જુદાં થયાં નારી તણાં એ રંગ મા
  માડી ઘરે વૈતરુ કરે એ પુત્ર ને ધિક્કાર છે
  નાટક સિનેમા બહુ જોયા હોટલ મા બેસી ખાય છે
  માડી રુવે દાણા વિના એ પુત્ર ને ધિક્કાર છે
  વૈભવ કહે આ જગત ને મા-બાપ એ ભગવાન છે
  મા-બાપ ને દુ;ખી કરે એ પોતે દુ;ખી થાય છે._વૈભવ

 5. Vaibhav

  અરે ભાઇ મા વિષે જેટલુ લખી ને તેટલુ થોડુ પડે હો
  કેવાય છે ને માતેમા બીજા વગડા ના વા હો બાપલા

 6. Vaibhav

  મે પણ એક કાવ્ય ઉમેરી છે જો યોગ્ય લાગે તો નેટ પર મુક્વા વિનંતી વૈભવ વી જોટંગીયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: