રાગઃ- માલકૌંસ
ચિર હમારા દે દે ગિરધારી, વિનંતિ કરે વ્રજનારી
વસ્ત્ર હમારાં લેકે બેઠો, ચડ કદંબકી ડાળી –ટેક
શાને માટે લાજુ લૂંટે, હમ અબળા પરનારી
શરમ રાખો જરા શામળિયા, વિચારો વ્રજવિહારી –1
વસ્ત્ર તમારા ના મિલે ગોપી, દોષ કીયો તુમ ભારી
સ્નાન કીયો વિણ વસ્ત્ર જલમેં, જલદેવકી ગુનેગારી –2
અપના અપના વસ્ત્ર લેજાઓ, જલસે નિકલી બહારી
કૃષ્ણ સન્મુખ ચલી એક ગોપી, જલસે હો ગઇ ન્યારી –3
વ્રજ વનિતા વિનંતી કરે, પ્રભુ કરજોડ તુમ્હારી
ભજનપ્રકાશ ગોપીને વસ્ત્ર દીયા, બિહસી મુખ મોરારી –4