રાગઃ- મારી હુંડી સ્વીકારો મારાજ રે
વાલો વૃંદાવનની માંય, રંગીલો રાસ રમે –ટેક
સાખીઃ- શરદપુનમ સોહામણી, અને રૂડી અજવાળી રાત
રઢીયાળી માજમ રાતના, રચ્યો વૃન્દાવનમાં રાસ –રંગીલો
સાખીઃ- સાહેલી મળી તેવતેવડી, રાધા સરખી સૌ નાર
ઉભી સાંવરીયાની સામવી, થઇ રાસ રમવા તૈયાર –રંગીલો
સાખીઃ- પગે ઘુઘરી ઘમઘમે, ઝાંઝરનો ઝમકાર
એક ગોપી એક કાન મળી, રમે થા થા થૈથૈકાર –રંગીલો
સાખીઃ- ફેરફેર ફરે ફૂદરડી, અને રૂડો લીએ રાસ
અંગવાળે અતિ ઘણા, સુંદર મીલાવી હાથેહાથ –રંગીલો
સાખીઃ- બ્રહ્માદિ મળી દેવતા, જોવા આવ્યા આકાશ
દીનોનાથ લીલા કરે, બની રાત રાસ છ માસ –રંગીલો
સાખીઃ- દેખી લીલા દેવની, મોહ્યા ત્રણે લોક
બ્રહ્માદિ વિસ્મય પામે ઘણા, દેખી રાસ વિહારીનો વિલાસ –રંગીલો
સાખીઃ- પ્રેમતત્વ બહુ પાતળું, મુખસે કહ્યું નવ જાય
ગોપી હ્રદયથી ગમ પડે, એતો અનુભવથી ઓળખાય –રંગીલો
સાખીઃ- પ્રીતમ પ્રેમાધીન બનીને, નટવર નાચે નાચ
રમાડી ગોપી ભજનપ્રકાશ રાસમાં, વાલે વર્તાવ્યો જયજયકાર –રંગીલો
ખુબજ મધુર ભજન…