જનક અને અષ્ટાવક્ર – રાજેન્દ્ર શુક્લ

લગામ હાથમાં અને પેંગડામાં પગ,
પ્રયાણવેળ આ ઊભા એકલા, અડગ.

ન દૃશ્ય આંખને કશું, લક્ષ્ય પણ નહીં,
અચિંત નીડને ત્યજી આ ઊડ્યું તો ખગ.

અદીઠ તું અદીઠ હું ને અદીઠ નભ,
અદીઠ મારગે પળો ઓ અદીઠ ડગ.

ઊજાસ આપ-નો થતાં હું પણું ગળ્યું,
તમામ એમ ઓગળ્યું, ના કશું અલગ.

સમીપ શૂન્યનું શિખર, દૂર કૈં નહી,
સુહાગ શબ્દના સ્ફુરે મૌન થઈ સજગ.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: | 2 Comments

Post navigation

2 thoughts on “જનક અને અષ્ટાવક્ર – રાજેન્દ્ર શુક્લ

  1. અરે વાહ આ ગઝલ અહીં જોઈ બહુ આનંદ થયો. આ બ્લોગને અનુરૂપ બરાબર ચૂંટીને લીધી છે ને કાંઈ?

  2. Toral Patel

    રાજેન્દ્ર શુક્લના કયા સંગ્રહમાંં છે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: