ધીક જીવન સમરણ બીનું (42)

રાગઃ- કૃષ્ણ કરે તે ઠીક કરે છે

ધીક જીવન સમરણ બીનું, રામ રહ્યો બીસરાઇ
ભજન બીહીના જીવના ક્યા, પશુવત જાત જીંદગાઇ –1

ધીક હૈ સોના સેજ તળાઇ, રામ બીનું ક્યોં સોહાઇ
ખર જૈસે જાત જીંદગાની, રાખ મંહી લોટાઇ –2

ધીક હોઇ ભોજન ખટરસવાળા, બીનુ રામ ક્યા સ્વાદ આઇ
સુકર જૈસે સ્વાદ અનેરો, ભાસત ભોગમેં ભાઇ –3

ધીક હૈ હરના ધીક હૈ ફરના, રામ બીન આવ જાઇ
જુઠ ક્રિયા સબ બનત તનકી, ધમે લુહા જ્યું ધમાઇ –4

ધીક આયો વૃથા આ જુગમેં, આકર ક્યા લે જાઇ
ભજનપ્રકાશ જનમ ફલ પાયો, રામ ચરણ ચિત્ત લાઇ –5

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Post navigation

Leave a comment

Blog at WordPress.com.