શ્રી વિચારસાગર


ગતાંકથી આગળ


તરંગ બીજો

અનુબંધ વિશેષ નિરૂપણ

દોહા

યાકે પ્રથમ તરંગમેં, કિય અનુબંધ વિચાર |
કહું વ દ્વિતીય તરંગમેં, તિનહીકો વિસ્તાર || ૧ ||

પહેલા તરંગમાં ચાર અનુબંધનું નિરૂપણ કર્યું છે. એ જ વિષયને દૃઢ કરવાને આ તરંગમાં તેના જ વિસ્તારરૂપે વિશેષ નિરૂપણ કર્યું છે.

અધિકારી ખંડન

મૂલસહિત જગધ્વંસકી, કોઉ કરત નહિ આસ |
કિંતુ વિવેકી ચહત હૈં, ત્રિવિધ દુખનકો નાસ || ૨ ||

મૂળ અવિદ્યા સહિત જગતની નિવૃત્તિની ઈચ્છા કોઈ કરતું નથી પણ વિવેકી પુરુષો ત્રણ પ્રકારનાં દુઃખનો નાશ ચાહે છે.

કિય અનુભવ જા વસ્તુકો, તાકી ઈચ્છા હોઈ |
બ્રહ્મ નહીં અનુભૂત ઈમ, ચહૈં ન તાકૂ કોઈ || ૩ ||

જે વસ્તુનો અનુભવ કર્યો હોય તે વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે; બ્રહ્મનો એવો અનુભવ પ્રથમ કોઈએ કર્યો નથી, માટે તેને કોઈ ઈચ્છે નહિ.

વૈરાગ્યાદિનો અસંભવ

ચહત વિષય સુખ સકલ જન, નહીં મોક્ષકો પન્થ |
અધિકારી યાતૈં નહીં, પઢૈ સુનૈ જો ગ્રન્થ || ૪ ||

સઘળા લોકો વિષયસુખની ઈચ્છા કરે છે, પણ મોક્ષના માર્ગની કોઈ ઈચ્છા કરતું નથી; તેથી કોઈ અધિકારી જ સંભવતો નથી કે જે ગ્રંથ ભણે કે સાંભળે!

વિષયખંડન

જીવબ્રહ્મકી એકતા, કહ્યો વિષય સો કૂર |
ક્લેશરહિત વિભુ બ્રહ્મ ઈક, જીવ ક્લેશકો મૂર || ૫ ||

તમે પૂર્વે જીવ અને બ્રહ્મની એકતા એ ગ્રંથનો વિષય છે એમ કહ્યું છે તે ખોટું છે; કેમ કે બ્રહ્મ તો પાંચ ક્લેશોથી રહિત, વિભુ અને એક છે; તથા જીવ તો પાંચ ક્લેશોવાળો (પરિચ્છિન્ન અને અનેક) છે.

પ્રયોજન-ખંડન (અધ્યાસવાદ)

પૂર્વપક્ષ- અધ્યાસની સામગ્રી નથી.

બન્ધનિવૃત્તિ જ્ઞાનતૈં, બનૈ ન બિન અધ્યાસ |
સામગ્રી તાકી નહીં, તજો જ્ઞાનકી આસ || ૬ ||

જો બંધ અધ્યાસથી થયો હોય તો જ્ઞાનથી તેની નિવૃત્તિ સંભવે; પણ અધ્યાસ થવાની સામગ્રી જ નથી, તો પછી અધ્યાસ પણ ન હોય; અધ્યાસથી થયેલો બંધ ન હોય અને જ્ઞાનથી તેની નિવૃત્તિ થાય છે એમ પણ ન હોય; માટે બંધની નિવૃત્તિ કરવા માટે જ્ઞાનની આશા છોડી દેવી.

અધ્યાસની સામગ્રી

સત્ય વસ્તુ કે જ્ઞાનતૈં, સંસકાર ઈક જાન |
ત્રિવિધ દોષ અજ્ઞાન પુનિ, સામગ્રી પહિચાન || ૭ ||

સત્ય વસ્તુના જ્ઞાનથી ઊપજેલા સંસ્કાર, ત્રણ પ્રકારના દોષ અને અજ્ઞાન એ અધ્યાસની સામગ્રી છે.

એકભવિકવાદ (એટલે એક જ જન્મમાં એકલા કર્મથી મોક્ષની સિદ્ધિ)

નિત્યકર્મથી મોક્ષ

સત્ય બન્ધકી જ્ઞાનતૈં નહીં નિવૃત્તિ સયુક્ત |
નિત્ય કર્મ સન્તત કરૈં, ભયો ચહૈં જો મુક્ત || ૮ ||

બંધ સત્ય છે. તેની નિવૃત્તિ જ્ઞાનથી માનવી એ યુક્તિસિદ્ધ નથી, પણ અયુક્ત છે; માટે જે પુરુષ યુક્ત થવા ઈચ્છતો હોય, તેણે નિરંતર નિત્યકર્મ કર્યા કરવાં.

પૂર્વપક્ષીના ક્રમથી ઉત્તર અધિકારી મંડન

મૂલસહિત ‘જગહાનિ’ બિન, વ્હૈ ન ત્રિવિધ દુઃખ ધ્વંસ |
યાતૈં જન ચાહત સકલ, પ્રથમ મોક્ષકો અંસ || ૯ ||

જગતના કારણરૂપે અજ્ઞાન સહિત જગતની નિવૃત્તિ થયા વિના ત્રણ પ્રકારનાં દુઃખનો નાશ થતો નથી; માટે સઘળા લોકો મોક્ષના પહેલા અંશ (જે કારણ સહિત જગતની નિવૃત્તિ તે) ને ચાહે છે.

કિય અનુભવ સુખકો સબહિ, બ્રહ્મ સુન્યો સુખરુપ |
બ્રહ્મપ્રાપ્તિ યા હેતુ તૈં, ચહત વિવેકી ભૂપ || ૧૦ ||

સર્વ માણસોએ સુખનો અનુભવ તો કર્યો હોય છે; માટે સુખની ઈચ્છા સર્વને થાય છે અને ‘બ્રહ્મ નિત્ય સુખસ્વરૂપ છે’ એવું સત્ શાસ્ત્રોમાં સાંભળ્યું છે; માટે વિવેકી પુરુષો બ્રહ્મપ્રાપ્તિની ઈચ્છા કરે છે.

કેવલ સુખ સબજન ચહૈ, નહીં વિષયકી ચાહ |
અધિકારી યાતૈ બનૈ, વ્હૈ જુ વિવેકી નાહ || ૧૧ ||

સર્વ લોકો કેવળ સુખ જ ઈચ્છે છે, વિષયો કોઈ ઈચ્છતું નથી; માટે જે મનુષ્ય ઉત્તમ વિવેકી હોય, તે આ ગ્રંથનો અધિકારી હોઈ શકે છે.

ઈતિ અધિકારીનિરુપણમ્ |


વધુ આવતા અંકે


Categories: વિચારસાગર | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: