રાગઃ- મન સમજ્યા વીના સઇ ગતિ થઇ તારા
રે રે તું મનવા ભૂલ્યો કાં ભમેરે
સાહેબ સમરણ લે કરી, મન ચેતી લેને –ટેક
માત ઉદરમાં પ્રાણી શું બોલી બોલ્યો તોને
વચન દીધું તું તે ધરી –રે મન
બહાર આવીને પ્રાણી બોલી બદલ્યો તું
માયામાં મતિ તારી ગળી — રે મન
આ અવનીમાં આવી પ્રાણી અવસર ખોયો
ઠાકરમાં બુધ્ધિ ન કરી — રે મન
ધીક જનની ની તે કુખ લજાવી પ્રાણી
ભારે નવ માસ મરી — રે મન
નારાયણ સ્વામીએ નર તન દીધું
એની કિંમત કોડી નવ કરી –રે મન
જોત જોતામાં વસ્તુ હેરાઇ જાશે ને
ચેતી લે આ છે શુભ ઘડી — રે મન
આરે સંસારમાં પ્રાણી શિયું સુખ લીઘું ને
સ્વપ્નાની બાજી આખરી — રે મન
આવ્યું રે એવું પ્રાણી ચાલ્યું જાશે ને
હ્રદયે વિચાર જોને કરી — રે મન
કહી કહીને પ્રાણી તને કેટલુંક કહેવુંને
ગમાર ગમ ના પડી — રે મન
ભજનપ્રકાશ ભવનો પ્રાણી ફેરો આફાળ્યોને
સમજુએ સાધી આ ઘડી — રે મન