રાગઃ- ચેતીને ચાલો મારા ભાઇ, ધરમ જોઇ પાંવ ભરજો
ભાઇ મારો મનવો ભયો વૈરાગી, અમે બન્યા સાચા ત્યાગી
આસ પ્યાસ અંતરસમી, સતગુરુ શબ્દ સે લેર લાગી –ટેક
ભાઇ વિકાર વરતી રહી વીસમી, અવિનાશી ચરણ અનુરાગી
ચૌદ લોક તૃણ સમ હોઇ રહ્યા, ઇન્દ્રીય વિષય વિરાગી –1
ભાઇ અડોલ મન ડોલે નહી, રંભા રૂપ ન રાગી
સમદૃષ્ટિ સમતા સાધ હુઇ, શત્રુ મિત્ર સુહાગી –2
ભાઇ મૂળ રે વૈરાગ્યમાં મન ગળ્યાં, તન તપ તેજ બિરાજી
ભજનપ્રકાશ ભવસાગર નહીં, મહાપદ મન રહ્યાં રાજી –3