અધ્યાત્મવિદ્યા અને માનવજીવન એ વિષય ઉપર એક ચાર દિવસીય જ્ઞાનયજ્ઞનું આયોજન પરમ પ્રમાણ દર્શન (પારડી) તથા ૐ શ્રી રામ મંત્ર મંદિર ટ્રસ્ટ, ભાવનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના પ્રવક્તા પ.પૂ.સ્વામિની તન્મયાનંદ સરસ્વતીજી છે.
મનુષ્ય જીવનનું ધ્યેય શું છે?
ધ્યેયની પ્રાપ્તિ માટે જીવનમૂલ્યોનું સ્થાન ક્યાં છે?
જીવનમાં ધર્મ કેવી રીતે સંકળાયેલો છે?
ધર્મિક જીવનવ્યવહાર, સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં કઈ રીતે સહાયક છે?
કર્તવ્ય કર્મ અને ઈચ્છિત કર્મ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો ઉકેલ કેવી રીતે લાવવો?
જીવનની વિષમ પરિસ્થિતિમાં માનસિક સંતુલિતા કેવી રીતે જાળવવી?
સ્વેચ્છા અને સ્વધર્મમાંથી કોની પસંદગી કરવી?
આમ, કર્તવ્ય અને મોહ વચ્ચે માનવી સતત મુંઝાયેલો રહે છે. કર્તવ્ય-પરાયણ રહેવું એટલે જ શ્રેયમાર્ગે અડગ રહેવું અને કર્તવ્ય છોડી પોતાની ઈચ્છા પ્રમાણે જીવવું તેને પ્રેય માર્ગ કહે છે. પ્રેયને માર્ગે અર્થાત ઈચ્છા પ્રમાણે કરવું તે તો સરળ છે, સહજ છે અને સ્વાભાવિક છે, પરંતુ શ્રેયના માર્ગે પ્રયાણ કરવું એટલે જ કર્તવ્ય પરાયણ જીવવું.
‘ઈશ્વર સાક્ષાત્કાર’ જ માનવજીવનનું અંતિમ લક્ષ્ય છે. માનવી ધારે તો પોતાના પ્રયત્નથી પામરથી પરમાત્મા પર્યંતની જીવનયાત્રા સંપન્ન કરી શકે છે. ગૃહસ્થી, વ્યથિત સંસારી મનુષ્ય, કેવી રીતે જીવનસાફલ્યના માર્ગે પ્રયાણ કરી શકે, તેની સમજ પ્રાપ્ત કરવામાં આવે તો, કોઈ પણ સંસારી મનુષ્ય આત્મકલ્યાણના પંથે પ્રયાણ કરી શકે છે. આ માર્ગ કઠિન છે કારણ કે, તે સત્યનો, સંયમનો અને સદાચારનો માર્ગ છે.
કઠિન છતાં પરમકલ્યાણના અર્થાત શ્રેયના માર્ગે આગળ વધવાની પ્રેરણા,
કોને થાય?
ક્યારે થાય?
શા માટે થાય?
કેવી રીતે થાય?
તે માટે શું કરવું?
આવા પ્રશ્નોનું સમાધાન મેળવી સાંસારિક જીવન જીવતાં-જીવતાં આધ્યાત્મિક વિકાસની કેડી કંડારવા કટિબધ્ધ થયેલાને માર્ગદર્શનરૂપ, આ જ્ઞાનયજ્ઞમાં સર્વને હાર્દિક નિમંત્રણ સંસ્થાના આયોજકો તરફથી આપવામાં આવેલ છે.
તારીખઃ આસો વદ ૨ ગુરૂવાર તા.૧૬-૧૦-૨૦૦૮ થી
આસો વદ-૫ રવિવાર તા.૧૯-૧૦-૨૦૦૮ સુધી.
સ્થળઃ અહિચ્છત્ર સંસ્કાર કેન્દ્ર, પ્લોટ નં.૯૩૮, ગીતાચોક, ડોન,
ભાવનગર (ગુજરાત, ભારત)
સમયઃ રોજ સાંજના ૬-૩૦ થી ૮-૦૦ સુધી.