એવું સમજાય ક્યાંથી સાચું રે – (13)

એવું સમજાય ક્યાંથી સાચું રે, ભીતરમાં જેને ભ્રાંતિ ભરી   
એને ઉપદેશ ઉર ન આવે રે, બુધ્ધિ જેની ખરને વરી –ટેક

સાખીઃ- અજ્ઞાની નરને અજ્ઞાન ઘણું, આપદા અંતર અપાર
સો સો વાતુએ સમજાવીએ, તોયે સમજે નહીં લગાર
એવું કાજળ ધોયે કાળું રે, ધોળપ ન આવે કેમે કરી –1

સાખીઃ- એવો કામી જુવાનને કૂતરો, એને મુખે નહીં નાક
ઘર ઘર ભટકે ઘણો, મુખે ખાતો લાત
એવા લાલચુને નહીં લાજુ રે, વૃત્તિ જેની વિષય ભરી –2

સાખીઃ- કામી ક્રોધી લાલચુને, ન હોય વૈરાગ્યની વાત
જ્ઞાન આપીએ ગમારને તો, ગાંડામાં ગણાત
એવો પ્રમોદ શું કરે પામરને, વિષયમાં વૃતિ ખૂતી ખરી –3

સાખીઃ- જ્ઞાની કો જ્ઞાની મીલે તો, કરે વડી વાત
મૂરખ કો મૂરખ મીલે તો, આવે લાતોલાત
એવો ભજનપ્રકાશનો પ્રભુ મોંઘો રે,જીવન સાટે ખરીદ કરી –4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: