ભરતજી જપે હરિના જાપ (7)

રાગઃ- કર મન ભજનનો વેપાર

ભરતજી જપે હરિના જાપ, સમરે સીતારામ દીનરાત –ટેક 

કૈકયી માતાએ કુબુધ્ધિ કીધી, ઉભો કીધો ઉત્પાત  

ભરત મારો ભોગવે ગાદી, રામ લીએ વનવાટ –1

પુત્ર વિયોગે પ્રાણ તજ્યા, દશરથ રામના તાત

ધન્ય નેહનો નાતો નિભાવ્યો, મળજો એવા તાત –2

વનવાસની વાત સાંભળતા, ભરત લીયે વન વાટ

મોટા ભાઇને જઇ મનાવું, મારા અવગુણ કરો માફ –3

અયોધ્યા પ્રભુ આપની, મારી માતાની ભૂલ થાત

કરજોડીને કરે વિનંતી, ભરત રામના ભ્રાત –4

ભાઇ ભરતને રામ સમજાવે, કરી વિવેકની વાત

પિતાજીનું ભાઇ વચન પાળવું, ઇ મોટો ધર્મ મનાત –5

સ્વામી સેવકની રીત રૂડી, તેની ભરત વિચારે વાત

આજ્ઞા માનવી અંતર્યામીની, ઇ મારો ધર્મ ગણાત –6

આધાર આપો અવિનાશી મુને, અવધીની વડી વાત

અંતર બળે પ્રભુ આપ વિયોગે, મારા તનડામાં તપે તાપ –7

પાદુકા આપી રામ પ્રભુએ, ભરત શીષ ધરાત

અવધિ પહેલાં પ્રભુ આવજો,ન ભૂલશો ભરત ભ્રાત –8

જોગી થઇને જીવે ભરત, દમે દઇ દીન-રાત

ભજનપ્રકાશ જગમાં જીવી જાણીયાં, 

એની અમર રહી ગઇ વાત –9

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | 1 Comment

Post navigation

One thought on “ભરતજી જપે હરિના જાપ (7)

  1. atuljaniagantuk

    રામાયણ અને મહાભારત આપણાં મહાકાવ્યો આપણને જીવન કેવી રીતે જીવવું તે શિખવે છે. રામાયણ માં આપણે શું કરવું જોઈએ અને મહાભારતમાં આપણે શું ન કરવું જોઈએ તેનો બોધ જાણે મુખ્યત્વે અપાતો હોય તેમ લાગે છે. અહિં ભારતજી અને પ્રભુ શ્રી રામના અદભુત સ્નેહની વાત ભજનના સુંદર માધ્યમ દ્વારા વર્ણવવામાં આવી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: