એજી જેનો પિયુજી વસે પરદેશ (3)


એજી જેનો પિયુજી વસે પરદેશ, એને નેણે નિંદ નાવે રે — ટેક

હોયજો પદમણી પતિવ્રતા નાર, એને દહાડા દોયલા જાવે રે — ૧


એજી એને શૂળી સમ સુની હોય સેજ, અંતર ઘણું અકળાતી રે

જીવન ભાસે સઘળું ઝેર, દીલે બહુ દુભાતી રે — ૨


એજી વિરહે વિતાવે દોહલા દિન, આંખે આંસુની હેલી રે

અંતર આગ બળે અપાર, ઘુમે થઈ ધણી ઘેલી રે — ૩


એજી એ વાતુ જાણે કોઈ વ્રજનાર, પ્રીતુની રીતુ પારખે રે

દુરિજન દાઝે દીલમાંય, હાંસી કરે હરખે રે — ૪


એજી જોશું જીવનભર જીવનની વાટ, મોહન આવી મળજો રે

ભજનપ્રકાશ ભરોસે ભગવાન, દાસીના દુઃખને હરજો રે — ૫   

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: