ગણપતિ વંદના (1)

ગુણપતિ દાતા દેવ દયાળા, સમરૂં દેવ સુંઢાળા એજી — ટેક

માતા તમારા પાર્વતિને, પિતા શંકર દેવા — એજી

વિઘન વિનાશક દેવ દાતા, દુખ હરજો દયાળા — 1

પહેરણ પિતાંબર અંગે સોહાવે, માથે મુગટ મોતીવાળા

મનહર મૂરતી નેણે નીરખતાં, મન મોહે મચકાળા — 2

ધૃત સિંદોરની સેવા ચડે ને, કંઠે ફુલનકી માળા

કર આયુધ ફરસી બિરાજે, શૂરવીર મહા શૂરાળા — 3

સર્વગુણ સંપન્ન સ્વામી તમે છો, ગુરૂદેવ જ્ઞાનના જ્ઞાતા

ભજનપ્રકાશને શુધ્ધબુધ્ધ દેજો, દીનબંધુ દયાળા — 4

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: