ૐ
મંગલાચરણ
પરમાત્માને વંદન
સરજનહારે સરજ્યો, સઘળો આ સંસાર
ભજનપ્રકાશ વંદન કરૂં, તાપદ વારંવાર — ૧
કલ્પતરૂકી કલમ કરી, પૃથ્વી પીઠ કાગજ
શારદ શેષ લખતાં થકે, વદી ન શકતાં વેદ — ૨
ગુણ ગોવિંદ ગાતા રહે, પંડિત ભક્ત કવિ કોઈ
ભજનપ્રકાશ અપના બલ, નભમેં પક્ષી ઉડે સબ કોઈ — ૩
વિશ્વનાથ વંદન કરૂં, દિજે બલબુધ્ધિ જ્ઞાન
ભજનપ્રકાશ તવ કૃપા થકી, પામું બ્રહ્મ વિજ્ઞાન — ૪
વંદઉ શારદ સરસ્વતી, ગૌરી નંદ ગણેશ
મેં ત્રિગુણા વંદન કરૂં, બ્રહ્મા વિષ્ણુ મહેશ — ૫