સરસ્વતી વંદના
શારદા દેવી સરસ્વતિ, દેજો માતા શુધ્ધ મતિ
મહિમા ગાવો ગુરૂ તણો, અતંર નિર્મલ શબ્દ ભણો
ગણપતિ વંદના
ગણપતિ હું વંદન કરૂં, તવ શરણે શીશ ધરૂં
શુધ્ધ બુધ્ધ સ્વામી આપજો, વિઘ્ન સર્વે કાપજો
ગુરૂ મહિમા
ગુરૂ બ્રહ્મા વિષ્ણુ શિવ,ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ ઈવ
ગુરૂ પુરૂષોતમ પુરાણ પુરૂષ, ગુરૂ બલિ વરદાતા બરૂ (1)
ગુરૂ તાપત્રય હરણ સદા, ગુરૂ હરણ ભય મોહ મદા
ગુરૂ આદ્યબ્રહ્મ અવિચલ ગતી, ગુરૂ શુધ્ધ બ્રહ્મ સત્વમતિ (2)
ગૂરૂ કેવલ્ય સત્ય સનાતન, ગુરૂ અરૂપ અનંત અનાતન
ગૂરૂ સકલ બ્રહ્મ પરાત્પર, ગુરૂ અપરંપાર પરાપર (3)
ગુરૂ સત્યં જ્ઞાન અનંતરૂપ, ગુરૂ સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ
ગુરૂ પુરણ બ્રહ્મ પરમાનંદા, ગુરૂ માયાતિત મુકુંદા (4)
ગુરૂ નિર્વાણપદ મહા નિરંજન, ગુરૂ ભય ભ્રમ ભવદુ:ખભંજન
ગુરૂ ભવતારન હરન દુ:ખ, ગુરૂ કૃપાલુ નિત કરન સુખ (5)
ગુરૂ ઉદય કોટી પ્રકાશ ભાનુ, ગુરૂ અજ્ઞાન તિમિર હર જ્ઞાનુ
ગુરૂ શિતલ પૂનમ કે ચંદુ, ગુરૂ મિટાવન માયા ફંદુ (6)
ગુરૂ તોષ પોષ શાંતિ કરે, ગુરૂ સબ દુ:ખ અજ્ઞાન હરે
ગુરૂ જ્ઞાન પ્રકાશ ગોવિંદ ગોપર, ગુરૂ શેષ અશેષ મહિધર (7)
ગુરૂ અમૃતપદ અક્ષય ધામુ, ગુરૂ અંતર સબ ક્લેશ વિરામુ
ગુરૂ અકળગત બીજ સનાતન, ગુરૂ અધર અટલ નિત આસન (8)
ગુરૂ અલક્ષ્યરૂપ અનામી, ગુરૂ સકલરૂપ બહુનામી
ગુરૂ નાદબિંદુ કલા ૐકારા, ગુરૂ ધરણીધર સકલ જગધારા (9)
ગુરૂ બાવન અક્ષર સે બારા, ગુરૂ ચારો વાણી વેદ પસારા
ગુરૂ કૂટસ્થ સાક્ષિ કેવલ, ગુરૂ નિર્મલ સુગંધ પરિમલ (10)
ગુરૂ તુરીયાતીત પદ શુધ્ધા, ગુરૂ સર્વજ્ઞ નિત્ય બુધ્ધા
ગુરૂ અબાધિત કાલ અતિતા, ગુરૂ પ્રકાશ સ્વયં નિત્યોદીતા (11)
ગુરૂ આદિ મધ્યકર અંતા, ગુરૂ મિથ્યા પ્રપંચ ભનંતા
ગુરૂ અવધુત જ્ઞાન ગંભીરા, ગુરૂ ઐશ્વર્ય અમિત અમીરા (12)
ગુરૂ અચ્યુતરૂપ અદ્વૈતા, ગુરૂ સબ તિરથ પરમ પુનિતા
ગુરૂ નિરાલંબ બ્રહ્મ નિવાસા, ગુરૂ શ્રુતિ પ્રમાણ નિશ્વાસા (13)
નમો ગુરૂ શરણાગત પાલક, કરો કૃપા તવ જાણી બાલક
નમો ગુરૂ નિર્ગુણ ગુણ સગુણા, આપો શરણ સદગુરૂ મહાગુણા (14)
નમો ગુરૂ અનાથ કે નાથા, આપો શરણ ગુરૂ કરો સનાથા
નમો ગુરૂ સદાશિવ સ્વરૂપા, કરો કલ્યાણ નિજ બ્રહ્મ સ્વરૂપા (15)
નમો ગુરૂ પ્રાણજીવન શ્વાસા, ભક્તિ જ્ઞાન ભરો નિજ દાસા
નમો ગુરૂ બ્રહ્મજ્ઞાન વિજ્ઞાતા, તુમ સમાન નહીં કોઉ વિધાતા (16)
નમો ગુરૂ પ્રણતપાલ સુખસિંધુ, ચાહું એક જ અમૃત બિંદુ
નમો ગુરૂ મુક્તિ પદ નિર્વાણા, કાપો બંધ કરો વચન પ્રમાના (17)
નમો ગુરૂ શીતલ શાંત સધીરા, હરો ત્રિતાપ ગુરૂ મનની પીરા
જે જન કરે ગુરૂની સેવા, પાવે મનવાંચ્છિત ફલ એવા (18)
જે જન ગુરૂની કરશે પુજા, રહે નહીં ગુરૂથી અંતર જુદા
જે જન ગુરૂને પુષ્પ ચડાવે, તેનું મન અમન થઈ જાવે (19)
જે જન ગુરૂ ચરણોદક પીવે, તીરથ સકલ કોટી ફલ લીવે
જે જન ગુરૂને શીશ નમાવે, અંતરનું અભિમાન નસાવે (20)
જે જન તન મન શીશ સમર્પે, તાપર ગુરૂકૃપામૃત વરસે
જે જન ગુરૂના ચરણોને સેવે, સબ દેવન પુજાફલ લેવે (21)
જે જન સદગુરૂ ધરશે ધ્યાના, તે જન હોય નક્કી નિષ્કામા
જે જન ગુરૂ વચને ચાલે, તે જન મન સંશય નવ સાલે (22)
પારસ પરસે હેમ ન થાયે, તેને પારસ કેમ કહેવાયે
સેવે કલ્પતરૂ દારિદ્ર ન જાવે, કલ્પતરૂ તેને કેમ કહેવાયે (23)
અમૃત પીવે અમર ન થાયે, અમૃત તેને કેમ કહેવાયે
પીધે ગંગાજલ પાપ ન નાશે, કોણ જાવે ગંગાજલ આશે (24)
બેઠા પ્રકાશે ન જાય અંધારૂ, પ્રકાશ તેને કોણ કહેવારૂ
જે જન ગુરૂની નિંદા કરશે, કોટી જનમના પાતક ધરસે (25)
જે જન ગુરૂના દોષને જુવે, તે ઘુવડ થઈ અંધા હુએ
જે જન ગુરૂના વચન ઉથાપે, તે નર તપશે ત્રિવિધ તાપે (26)
અંતર ગુરૂથી જે જન કરશે, તે નર દિલમાં પાપ જ ભરશે
જે જન દેવે ગુરૂને ગાળ, તે જન પડળે જમની લાળ (27)
જે જન ગુરૂને શીશ ન નામે, તે જન શંકર કોપને પામે
હુકમ ગુરૂનો ચહુદિશે ચાલે, ચરાચરમાં કોઈ નવ ટાલે (28)
મુક્તિ ભક્તિના તુમ હો દાતા, સદગુરૂ તુમ સમરથ વિધાતા
સદગુરૂ તારો મહિમા અપારા, તુજ ગતિ ગુરૂ અપરંપારા (29)
શિવ સનકાદિક ગાતાં થાકે, શેષ બ્રહ્મા પણ કહેતા વાકે
શારદા દેવી ગાતાં હારે, જુગ જુગ ગાતાં તવ મહિમા રે (30)
ગણપતિ કલમ કામ ન આવે, લખતાં મહિમાં વિસ્મય પામે
મુક્તિ ભુક્તિ કાંઈ ન ચાહું, તવ કૃપા ગુરૂ એક જ આશુ (31)
અજ્ઞાન માયા મોહનું જાળું, ખોલો ગુરૂ વજરનું તાળું
કૃપા કરો ગુરૂ આપો કુંચી, સદગુરૂ યુક્તિ બતાવો ઉંચી (32)
સદગુરૂ કાપો કડી કરમની, મળે રીત સત મુક્તિ ધરમની
ગુરૂ તત્વ સમજાવો સારું, હોય કલ્યાણ જે રીતે મારું (33)
તુમ સમાન નહીં કો હિતકારી, અરજી આ અંતરની હમારી
આપો શરણ રાખો તવ પાસા, જાની કરી નિજ આપનો દાસા (34)
નહીં પંડીત કો વિદ્વાના, કરમ ધરમનું ન કોઉ જ્ઞાના
ખટદર્શન અરૂ વેદ પુરાના, સર્વ મર્મ કર મતિ અજ્ઞાના (35)
નિજ મતિ ગુરૂ મહિમા ગાયો, વાણી પાવન સ્વાંત સુખાયો
સત્યમિત્રાનંદ સદગુરૂ સમરથ, પાઉ ફલ ચારો પરમારથ (36)
ભજનપ્રકાશ ગુરૂ મહિમા ગાતાં, જ્ઞાન ગંગામાં નિત નિત ન્હાતા
આ સંસારે આવે ન જાવે, સદગુરૂ અમર પરવાના પાવે (37)
જે કોઈ મહિમા સદગુરૂ ગાશે, અંતે અમરપર ધામે જાશે
સંત ભક્ત સૌ જતિ સતિ, ઋષિ મુનિ સહું મહામતિ (38)
મહાપદના મુનિવરા મનાય, સહુને ૐ નમો નારાયણાય
શ્રીરામ જય રામ જય જય રામ,શ્રીરામ જય રામ જય જય રામ (39)