ભુમિકા

કેનાપિ દેવેન હ્રદિ સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ (અર્થાતઃ હ્રદયમાં રહેલા કોઈ દેવ જે કરવાને મને યોજે છે તે કરવાને પરાણે પ્રવૃત્ત થાવ છુ.)

ઉપરના વચનને અનુસરીને ગ્રંથ રચવાની કોઈ પણ ઈચ્છા ન હોવા છતાં પણ કોઈ અંતર્યામી અંતરમાંથી પ્રેરણા કરતો હોય કે કંઈક લખકંઈક લખ. પછી આ ગ્રંથ કોને ઉપયોગી થશે કેટલાને ઉપયોગી થશે તેનો કોઈ વિચાર નહીં. પણ જેવી રીતે શરીરમાં થયેલ ગુમડું અને તેમાં થતા પરૂ બહાર નીકળવા પ્રયત્ન કરતાં હોય છે અને બહાર જેમ નીકળી જાય કે તુરત જ શાંતિ થઈ જાય છે. તે પરૂ બહાર નીકળવાનો માર્ગ તો શોધે છે પણ જ્યાં સુધી બહાર ન નીકળે ત્યાં સુધી ચિત્તને ચંચંળ જ રાખે અને બહાર નીકળતા તુર્તજ શાંતિ કરે છે તેમ કોઈ અદ્રશ્ય બળવાન શક્તિ ચિત્તમાં ખળભળાટ મચાવીને પ્રેરે છે કે કાંઈક લખ. એટલે જ્યાં સુધી તેનો નિકાલ ન કરવામાં આવે ત્યાં સુધી ખળભળાટ મચાવ્યાં જ કરે. તો જે આ ભજનસંગ્રહમાં ભજનો કિર્તનો તથા દોહાઓ ઈત્યાદી જે શબ્દ સાખી તથા સરળ બ્રહ્મ બોધ શતક લખાયાં છે તે મહાનુભાવો પાસે જતાં તેનો આદર સ્વીકાર કરશે કે તેવી ઠોકરે ચડીને અપમાનિત થશે? જેમ બને તેમ. પણ કોઈ કર્તાના ભાવ-રહિતપણે જે અંતર આત્માની પ્રેરણાથી લખાયું તે લખ્યું છે. જો કે સંસારમાં કોઈ પણ વસ્તુ નિરૂપયોગી હોતી નથી. કોઈ ને કોઈ તે વસ્તુની ઉત્પત્તિ પહેલાં જ તેનો ઉપયોગ કરનારા તૈયાર જ હોય છે. સમુદ્રમાંથી અમૃત અને વારૂણી બંને ઉત્પન્ન થયાં ત્યારે તેનો ઉપયોગ કરનારા દેવ અને દાનવ તૈયાર જ હતાં. આ સૃષ્ટિમાં જે જે પદાર્થ કે વસ્તુ ઉત્પન્ન થાય છે તે તે પહેલા તેના અધિકારીઓ પણ તૈયાર હોઈને ન્યુનાધિકપણે તેનો ઉપયોગ કરતાં જ હોય છે.

સાધક જે પોતાના સાધના માર્ગ પર જતાં પોતાની દુખ:દ ક્લિષ્ટ વૃત્તિઓનો ક્રમ બદલીને સુખદ અક્લિષ્ટ વૃત્તિઓના અભ્યાસ દ્વારા વર્તમાન સ્થિતિ પર જે વૃત્તિઓ, વિચારો અને સંસ્કારોનું પરિણામ ઉપજીને ભાવોના સાત્વિક ઉભરાઓ ઉભરાઈને વૈખરીમાં પ્રગટ શબ્દ વાણી એ સાધકના વાસ્તવિક જીવનને વ્યક્ત કરે છે. જીવનનું પરમ લક્ષ્ય પરમાત્માં છે અને તે પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ભક્તિ,જ્ઞાન અને વૈરાગ્ય ઈત્યાદિ સાધનો દ્વારા સાધક પોતાની પ્રકૃતિની અભિરૂચિ અનુસાર પોતોનો સાધના માર્ગ સ્વીકારે છે. તે તેને વધુ સરળ અને સુલભ બને છે. સાધના આવી જ રીતે બને તેમ કઈ રીતે કહી શકાય? પરમાત્માની પ્રાપ્તિ કરાવી આપે તે સાધન કહેવાય પછી તે બીજાની દ્રષ્ટિએ ભલે ખરાબ કે અશુભ મનાતું હોય પણ જો આચરણ કરવાથી પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો તેને માટે શુભ છે.

મહાત્મા તુલસીદાસજી કહે છે…

તુલસી નફા વિચારીએ, ક્યા ભલે બુરે કા કામ

ભૂતન સે હનુમાન મીલા, હનુમાન સે મીલા રામ

તો આ સાધના માર્ગમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના જે અનુભુતિ ઉદગારો નીકળ્યાં તે આ સ્વાંત સુખાયે પ્રગટ થયા છે. તેને કોણ ગાશે, કોણ સાંભળશે અને કોણ વિચારશે? તેનો કોઈ વિચાર નહીં કારણકે નિર્ગુણ બ્રહ્મ, નિરાકાર પરમાત્મા જે મન વાણી થી અગોચર અને જેને વેદ નૈતિ નૈતિ કહી પોકાર કરે એવા અગમ્ય તત્વનું કે જે ભજનપ્રકાશ પોતાની શૂદ્ર બુધ્ધિથી શું વર્ણન કરી શકે? જેમ મચ્છર પોતાના ઉડ્ડયન દ્વારા આકાશનું માપ કાઢવા જાય તેવું છે. જે અનંત પરમાત્માના ગુણગાન ગાવા માટે બ્રહ્મા, શેષ, મહેશ, સરસ્વતિ ઈત્યાદી પણ જેના મહિમાનો પાર ન પામી શકતા હોય તો હું શું પ્રપંચમાં ફસાયેલ અલ્પજ્ઞ જીવ તેનો મહિમા ગાઈ શકું? છતાં પણ જેમ અનંત આકાશમાં મચ્છરથી લઈને ગરૂડ સુધી સર્વ કોઈ પોત-પોતાની શક્તિ પ્રમાણે ઉડ્ડયન કરે છે તેમ સહુ કોઈ સંતો, ભક્તો, કવિઓ કે પંડિતો તેનો મહિમા ગાયા વગર રહી શક્યાં નથી. મારી ભાષા સદોષ તો છે જ છતાં પણ ભાષાદોષનો વિચાર ન કરતાં સજ્જનો, પ્રભુના પ્યારા સંતો મારી અલ્પજ્ઞતાની ઉપેક્ષા કરીને તેમાં રહેલાં ભાવ તરફ દ્રષ્ટી કરતાં જરૂર આદર કરશે તેવો મને વિશ્વાસ છે. ન કોઈ જ્ઞાનીપણાંનો દાવો, ન વિદ્વાન કે ન પંડિત કે ન સંત કે સિધ્ધ – અસ્તુ- એક અલ્પજ્ઞ – ભજનપ્રકાશાનંદજી

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: