Posts Tagged With: વિનોબા
પ્રકૃતિની ચિકિત્સા (75)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર પ્રકરણ – ૭૫ – પ્રકૃતિની ચિકિત્સા 1. આજનો ચૌદમો અધ્યાય એક રીતે પાછલા અધ્યાયની પૂર્તિ કરે છે. આત્માને ખરેખર કંઈક કરીને મેળવવાનો છે એવી વાત નથી. આત્મા સ્વયંપૂર્ણ છે. આપણા આત્માની સ્વાભાવિક ઉપર જનારી ગતિ છે. પણ કોઈક ચીજને ભારે વજન બાંધો એટલે તે જેમ [...]
તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ (76)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર ૭૬. તમોગુણ અને તેનો ઈલાજ : શરીરપરિશ્રમ 4. ત્યારે, પહેલો તમોગુણ જોઈએ. આજની સમાજ-સ્થિતિમાં તમોગુણની ઘણી બિહામણી અસર જોવાની મળે છે. આ તમોગુણનું મુખ્ય પરિણામ આળસ છે. તેમાંથી જ આગળ ઊંઘ અને પ્રમાદ નીપજે છે. આ ત્રણે વાતોને જીતતાં આવડયું એટલે તમોગુણને જીત્યો જાણવો. તમોગુણના [...]
તમોગુણના બીજા ઈલાજ (77)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર ૭૭. તમોગુણના બીજા ઈલાજ 9. આળસને જીતવાની એક વાત થઈ. બીજી વાત ઊંઘને જીતવાની છે. ઊંઘ હકીકતમાં પવિત્ર વસ્તુ છે. સેવા કરીને થાકેલા સાધુસંતોની ઊંઘ એ યોગ જ છે. આવી શાંત અને ગાઢ ઊંઘ મહા ભાગ્યવાનને સાંપડે છે. ઊંઘ ઊંડી હોવી જોઈએ. ઊંઘનું મહત્વ તેની [...]
રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા (78)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય – ૧૪ : ગુણોત્કર્ષ અને ગુણનિસ્તાર ૭૮. રજોગુણ અને તેનો ઈલાજ : સ્વધર્મમર્યાદા 13. પછી રજોગુણની સામે મોરચો વાળવો. રજોગુણ પણ એક ભયાનક શત્રુ છે. તમોગુણની એ બીજી બાજુ છે. બંને પર્યાયવાચક શબ્દો છે એમ કહેવું જોઈએ. શરીર ખૂબ સૂઈ રહે એટલે પછી તે ચળવળ કરવા માંડે છે. અને ઝાઝી દોડધામ [...]
પાપાપહારી હરિનામ – (100)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય સત્તરમો – સુબદ્ધ વર્તનથી વૃત્તિ મોકળી રહે છે પ્રકરણ ૧૦૦ – પાપાપહારી હરિનામ 27. આ બધું તો ખરૂં. પણ એક સવાલ છે. ૐ तत् सत् એ નામ પવિત્ર પુરૂષને પચે. પાપી પુરૂષે કેમ કરવું ? પાપીના મોંમાં શોભે એવું એકાદ નામ છે કે નહીં. ૐ तत् सत् નામમાં એ શક્તિ પણ [...]
પાપનો ડર નથી (47)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ પ્રકરણ ૪૭ – પાપનો ડર નથી 29. બધે હરિભાવના રાખવી એ વાત એક વાર ચિત્તમાં બરાબર ઠસી ગયા પછી એકબીજાએ એકબીજાની સાથે કેવી રીતે વર્તવું તેનું બધુંયે નીતિશાસ્ત્ર આપોઆપ સહેજે અંતઃકરણમાં સ્ફુરવા માંડશે. બલ્કે, તેની જરૂર જ નહીં રહે. પછી દોષો દૂર થશે, પાપો નાસી [...]
આખું જીવન હરિમય થઈ શકે (46)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ પ્રકરણ ૪૬ – આખું જીવન હરિમય થઈ શકે 20. આપણું રોજનું ઘડીઘડીનું જીવન સાદું દેખાય છે ખરૂં, પણ તે સાદું નથી. તેમાં ઊંડો અર્થ સમાયેલો છે. આખુંયે જીવન એક મહાન યજ્ઞકર્મ છે. તમારી જે ઊંઘ તે પણ એક સમાધિ છે. સર્વ ભોગ ઈશ્વરને અર્પણ કર્યા [...]
ખાસ ક્રિયાનો આગ્રહ નથી (45)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ પ્રકરણ ૪૫ – ખાસ ક્રિયાનો આગ્રહ નથી 17. અમુક જ ક્રિયા ઈશ્વરને અર્પણ કરવની છે એવું નથી. કર્મમાત્ર તેને આપી દો. શબરીનાં પેલાં બોર. રામે તેનો સ્વીકાર કર્યો. પરમેશ્વરની પૂજા કરવાને માટે ગુફામાં જઈને બેસવાની જરૂર નથી. જ્યાં જે કર્મ કરતા હો ત્યાં તે ઇશ્વરને [...]
કર્મફળ ઈશ્વરને અર્પણ (44)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ પ્રકરણ ૪૪ – કર્મફળ ઈશ્વરને અર્પણ 12. નવમા અધ્યાયમાં આ જ ખાસ વાત છે. આ અધ્યાયમાં કર્મયોગ અને ભક્તિયોગનો મધુર મેળાપ છે. કર્મયોગ એટલે કર્મ કરી તેના ફળનો ત્યાગ કરવો તે. કર્મ એવી ખૂબીથી કરો કે ફળની વાસના ચોંટે નહીં. આ વાત અખોડનું ઝાડ રોપવા [...]
અધિકારભેદની ભાંજગડ નથી (43)
ગીતા પ્રવચનો (વિનોબા) અધ્યાય નવમો – માનવસેવાની રાજવિદ્યા : સમર્પણયોગ પ્રકરણ ૪૩ – અધિકારભેદની ભાંજગડ નથી 9. કૃષ્ણના આખા જીવનમાં બાળપણ બહુ મીઠું. બાળકૃષ્ણની ખાસ ઉપાસના છે. તે ગોવાળિયાઓ સાથે ગાયો ચારવા જાય, તેમની સાથે ખાયપીએ ને તેમની સાથે હસેરમે. ગોવાળિયા ઈંદ્રની પૂજા કરવા નીકળ્યા ત્યારે તેણે તેમને કહ્યું, ‘ એ ઈંદ્રને કોણે દીઠો છે [...]


વાચકો લખે છે.