Posts Tagged With: મારા પ્રતિભાવો

મારા પ્રતિભાવો (૧૧) – આગંતુક

મુખ્ય પોસ્ટ: ભારતના ભાવી મજૂરના વંદેમાતરમ્


મારો પ્રતિભાવ:

આ મેઈલ ઘણી બધી વખત ઘણાં મિત્રો દ્વારા વાંચવા મળ્યો છે આજે ફરી એક વખત વાંચ્યો.

જે પ્રશ્નો ભગવાનને પુછ્યાં છે તે પ્રશ્નો જો વિદ્યાર્થી પોતાના મા-બાપને પુછે કે અમને જણતાં પહેલા અમારા ભરણ પોષણ ની વ્યવસ્થા કરવાની ત્રેવડ નહોતી તો શા માટે આ દુનિયામાં અમને રખડતા મુકવા માટે જન્મ આપ્યો?

આમેય આપણે માતા-પિતાને દેવ કહીએ છીએ તો આ જીવતા દેવોને કેટલાં બાળકોએ પ્રશ્નો પુછ્યાં છે? અને એમાંથી કેટલાં મા-બાપ તમાચો મારીને બાળકને ચૂપ કરી દેવાની બદલે શાંત ચિત્તે બાળકની સમસ્યાનું સમાધાન કરે છે?

બાળકનીદૂર્દશા માટે સહુથી વધુ જવાબદાર જો કોઈ હોય તો તે મા-બાપ છે.


નોંધ: આ લેખ પરની ચર્ચા મુખ્ય પોસ્ટ પર જ કરવા વિનંતી.


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | Leave a comment

મારા પ્રતિભાવો (૧૦) – આગંતુક

મિત્રો,

આજે શ્રી ગાંડાભાઇ વલ્લભનો એક લેખ વાંચ્યો.

સુર્યાવર્ત
By ગાંડાભાઈ વલ્લભ
સુર્યાવર્ત દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે. દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે.


તેના પર શ્રી ભુપેન્દ્રસિંહજીનો પ્રતિભાવ નીચે પ્રમાણે છે.

Bhupendrasinh Raol Says:
April 23, 2011 at 12:24 pm | Reply
આધાશીશી કરતા આ રોગ જુદો કે એજ?મને અમદાવાદના વૈદ્યરાજ ભાષ્કરભાઈ હાર્ડીકરે આ સુર્યાવર્ત થયો છે તેમ કહેલું.સવારે બદામ પાકમાં કોઈ દવા આપતા હતા.


મારો પ્રતિભાવ નીચે પ્રમાણે છે

શ્રી ભુપેન્દ્રસિંહજી
તમે ગાંડાભાઈ પાસેથી કોઈ જવાબ નહિં મેળવી શકો એમ મને લાગે છે – કારણ કે તેઓ તો પુસ્તકમાંથી જોઈ જોઈને માત્ર ઉતારા કરે છે – તેઓ કાઈ વૈદ્ય નથી. તેઓ તો સાધુ છે – તેમણે સંન્યાસ લીધો છે – જુઓ અહિં કશાય માટે આશ્ચર્યચકિત નહિં થતા હો.

અનુભવી વૈદ્ય રોગ વિશે લખે તો જવાબ મળે – અહિં તો ખાલી ખાલિ માહિતિ હોય છે – ખાલી ચડી જાય એવી.

અને હા, બદામ પાક ખૂબ ખાજો


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | Leave a comment

મારા પ્રતિભાવો (૯) – આગંતુક

મીત્રો,
આજે શ્રી ભુપેન્દ્રસિંહજીનો તાજેતરનો લેખ વાંચ્યો. તારણો અને દિપકભાઈની ટીપ્પણી રસપ્રદ છે. થોડું થોડું વીઝન જમણી આંખમાં વધી રહ્યું હોવાથી પહેલાં કરતાં થોડું વધારે કોમ્પ્ય઼ુટર સામે બેસવાની છૂટ મળી છે.

હું છું દ્રવિડિયન,હરપ્પન અને આર્યન કે માનવ?


મારો પ્રતિભાવ


એકં સત વિપ્રા બહુધા વદન્તિ

વિજ્ઞાનની રીતે કહો કે અધ્યાત્મની રીતે કહો – ૧૦૦ વાતની એક વાત કે બધાનો બાપ એક જ છે.

અને હા, બધાની મા પણ એક છે. અધ્યાત્મની રીતે કહું તો તેનું નામ પ્રકૃતિ છે – વિજ્ઞાનની રીતે મને ખબર નથી.


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | Leave a comment

મારા પ્રતિભાવો (૮) – આગંતુક

શ્રી મીતાબહેનના તાજેતરના લેખ
નામસ્મરણ મહિમાનું મહત્વ કેટલું?
તેના પરનો મારો પ્રતિભાવ.

શ્રી મીતાબહેન,

પુરાણોની વાતો માત્ર દૃષ્ટાંત કથાઓ છે – તેમને પ્રમાણ તરીકે ન લઈ શકાય. અજામીલ વગેરે વાતો ન સમજાય તેવી છે.

ભગવદ ગીતા કહે છે કે
પાપીમાં પાપી હશે, કોઈ આ જગમાં
જ્ઞાન નાવમાં બેસતાં, તરી જશે જગમાં

અહીં જ્ઞાન નાવમાં બેસવાની વાત કરી છે નામ લેવા માત્રથી કોઈ તરી જાય તે વાત વધારે પડતી લાગે છે.

અલબત્ત ભગવદ ગીતામાં જ કહ્યું છે કે
યજ્ઞાનાં જપયજ્ઞોસ્મી |
એટલે કે જેટલા યે યજ્ઞો છે તેમાં જપ-યજ્ઞ માં ભગવાન વિશેષ રૂપે છે.

જપ તથા નામ સ્મરણનો મહિમા – મનના ચિંતનની ધારા કે જે વેર-વિખેર છે તેમાં એકાગ્રતા લાવવા માટે છે.

હા પસ્તાવો વિપુલ ઝરણું – સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને પૂણ્યશાળી બને છે

આ મુક્તક વિશે વિચાર કરીએ તો પસ્તાવો પોતે કરેલા દુષ્કર્મો બદલ પોતાને જ થયેલો ખેદ દર્શાવે છે – પણ તે પસ્તાવો તો જ કામ લાગે કે જો પાપી ફરી વખત તે દુરાચાર ન કરવાનો દૃઢ નીર્ણય લે.

વળી પાપ અને પુણ્ય વિશે પણ લોકોની માન્યતા અલગ અલગ હોય છે. અજામીલ ગણીકાની સાથે પડ્યો પાથર્યો રહેતો હતો તે સમાજ અને તેની પત્નિની દૃષ્ટિએ પાપાચાર હતો પરંતુ અજામીલ કે ગણીકાને તેમાં કશું ખોટું લાગતું ન હતું કારણ કે અજામીલ લોલુપ હતો અને ગણિકા વ્યવસાયીકા. પણ તેના આ કાર્યને લીધે અજામીલના કુટુંબને સૌથી વધુ સહન કરવું પડતું હતું.

બીજી વાત તેવી છે કે સ્ત્રી-પુરુષની દૃઢ મિત્રતા અથવા તો અત્યંતિક લાગણી અને તેમની વચ્ચેના પ્રગાઢ સંબધોને પણ લોકો પાપ ગણે છે – જ્યારે વાસ્તવમાં આવી દૃઢ મિત્રતા એકબીજાને હુંફ આપનારી અને જીવન પંથ પર આગળ ધપવામાં ઉપયોગી હોય છે વળી કોઈ બે વ્યક્તિ વચ્ચેની આવી મિત્રતા સમાજને કશી હાની પહોંચાડતી નથી કે સામાજીક મૂલ્યોનો હ્રાસ કરતી નથી કારણકે તે મૈત્રી એક બીજા પાસે કશું મેળવવા માટે કે લોલુપતાથી બંધાયેલી નથી હોતી પણ માત્ર ને માત્ર એકબીજાને સહાયક થવા બંધાયેલી હોય છે.

આ વિષય પર વધુ સ્પષ્ટતા અને ચર્ચા કરવા સહુને આમંત્રણ છે.

નામ સ્મરણ મહિમાનું મહત્વ તો છે જ – નામથી નામી યાદ આવે છે. તેના વિશે ચિંતન શરુ થાય છે, તેને વિશે ચિંતા કે તેને મળવાની ઈચ્છા થાય છે. કોઈ પણ વ્યક્તિ કે પદાર્થનો મૂર્ત ખ્યાલ આવતા પહેલા તેને કશુંક નામ આપવુ જ પડે છે તો જ તેની સ્પષ્ટ પરિકલ્પના થઈ શકે છે.

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , | 2 Comments

મારા પ્રતિભાવો (૭) – આગંતુક

કુરુક્ષેત્ર પર ના લેખ
સુંદરતા,બુદ્ધિ અને બેવફાઈ???
પરનો મારો પ્રતિભાવ


શ્રી ભુપેન્દ્રસિંહજી,

અહીં ૩ બાબતોની એક બીજા સાથે સંગતતા ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

૧. સુંદરતા
૨. બુદ્ધિ
૩. બેવફાઈ

આપના લેખ પ્રમાણે આપે માત્ર શારિરિક સુંદરતાની વાત કરી છે – પણ આ ઉપરાંત વ્યવહાર, વાતચીત, પહેરવેશ, સ્વચ્છતા, કલાત્મકતા વગેરે દ્વારા પણ વ્યક્તિ પોતાની સુંદરતા અભીવ્યક્ત કરી શકે છે. જે વ્યક્તિ પોતાને યોગ્ય રીતે અભિવ્યક્ત નથી કરી શકતી તે સુંદર હોવા છતાં પણ લોકોમાં માનીતી નથી થઈ શકતી જ્યારે જે વ્યક્તિ ઓછી સુંદર હોય પણ તે લોકો સાથે પ્રેમ-પૂર્વક હળે-ભળે તો તે સુંદર વ્યક્તિ કરતાં વધારે પ્રગતી કરી શકે.

૨. બુદ્ધિ ના ભગવદ ગીતા પ્રમાણે ૩ ભેદ પાડવામાં આવ્યાં છે સાત્વિક, રાજસીક અને તામસીક બુદ્ધિ.

જે બુદ્ધી શું કરવું અને શું ન કરવું એને જાણે વળી બંધન શું અને મુક્તિ શું તેને જાણે છે તે બુદ્ધિને સાત્વિક બુદ્ધિ કહે છે.

શું કરવું , શું ન કરવું તથા ધર્મ અને અધર્મને જે બુદ્ધિ યથાર્થ રીતે જાણી નથી શકતી તેવી બુદ્ધિને રાજસીક બુદ્ધિ કહે છે.

જે બુદ્ધિ દરેક બાબતના ઉલટાં જ અર્થ કરે અને અધર્મને જ ધર્મ માની લે તેવી બુદ્ધિને તામસીક બુદ્ધિ કહે છે.

બેવફાઈ – દેશ, કાળ, સમાજવ્યવસ્થા વગેરે પર આધાર રાખે છે. આપે પ્રાણીઓનો ઘણો અભ્યાસ કર્યો છે અને મનુષ્યોનો મહદ સમાજ હજુ પણ પ્રાણીઓ જેવો જ છે જેમાં બેવફાઈને સુંદરતા કરતાં બુદ્ધિ સાથે અને આસપાસના વાતાવરણ તથા બાહ્ય પરિબળો સાથે સંબધ છે.

બુદ્ધિશાળી સંબધ બાંધતા પહેલા અનેક વખત વિચાર કરે છે. એક વખત સંબધ બાંધ્યા પછી તેને સમસ્ત જીવન પર્યંત જાળવવા પ્રયત્ન કરે છે – તેમ છતાં જો કોઈ રીતે અનુકુલન ન જ સાધી શકાય તો શાંતિથી સંબધ વિચ્છેદ કરે છે.

જે બુદ્ધિશાળી નથી તે જેની તેની સાથે સંબધ બાંધ્યા જ કરે છે, પછી એક પણ સંબધ ટકાવી ન શકીને અંતે પતન નોતરે છે. જો આવી વ્યક્તિને કોઈ બુદ્ધિશાળીનો સહારો મળી જાય અને તેના કહેવા પ્રમાણે તે પોતાની જાતમાં સુધારો કરે તો તેને માટે બચવાની કશીક પણ આશા રહે છે નહીં તો પછી તે સમાજમાં આબરુ, મર્યાદા, માન સઘળું ગુમાવીને ક્ષુદ્ર જંતુ સમાન બની જાય છે.

ટુંકમાં બુદ્ધિ અને બેવફાઈને સંબધ છે પણ સુંદરતાને બુદ્ધિ સાથે કે સુંદરતાને બેવફાઈ સાથે કોઈ સંબધ હોય તેમ મને લાગતું નથી.


તા.ક. આપના બ્લોગ પર મેં પ્રતિભાવ આપેલો પણ સ્પામમાં ચાલ્યો જતો હોવાથી ફરી અહીં મુકેલ છે.


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , , , , | Leave a comment

મારા પ્રતિભાવો (૫) – આગંતુક

મિત્રો,
આજે શ્રી મીતાબહેનના બ્લોગ ઉપર એક લેખ વાંચ્યો –

હિટ એન્ડ રન, દારૂબંધી અને એનઆરઆઈ….

તે પોસ્ટની સામે મેં મારો પ્રતિભાવ આપ્યો છે. ઘણી વખત મારા પ્રતિભાવો અસંગત હોય છે અને ઘણી વખત તે સ્પામમાં જતા રહેતા હોય છે તેથી તે જે તે પોસ્ટની સાથે દેખાતા નથી તેથી તે પ્રતિભાવ અહીં પોસ્ટ રૂપે મુક્યો છે. આશા છે કે મારા પોતાના પ્રતિભાવ જ્યારે પોસ્ટ બને ત્યારે કોઈને વાંધો નહીં હોય.



શ્રી મીતાબહેન
એન.આર.આઈ. શા માટે લિકર લાવે છે તેના બે કારણો હોઈ શકે. ૧. ત્યાં લિકર સસ્તુ હોય (અહીંની સરખામણીમાં) ૨. ત્યાં કદાચ શુદ્ધ લિકર મળતું હોય (અહીં તો લઠ્ઠો, તાડી, ભાંગ, ચરસ, ગાંજો અને એવા કેટલાય પદાર્થો પીવાય છે). ગઈ કાલે હું અને કવિતા બહાર જતાં હતા અને અહીના આડોડીયાવાસમાંથી એક પીધેલા અને હોશકોશ ખોઈને જમીન પર પડી ગયેલાને જોઈને મેં હંસ: ને કહ્યું કે તું જલદી કેમેરો લઈ આવ આપણે આનો ફોટો પાડીને પ્રશ્ન કરશું કે ગુજરાતમાં દારુબંધી છે તે વાત ખરી છે? કવિતા કહે હવે આવું તો રોજનું થયું છે આપણે પાછા આવશું તો યે આ પડ્યો જ હશે. મેં રોષ સાથે કહ્યું તો પછી ગુજરાતમાં દારુબંધી છે તેવા બણગા તંત્ર શા માટે ફુંકે છે? કવિતા કહે હવે રોજ ઉઠીને કેટલાક પ્રશ્નો ઉઠાવશો – અહીં મારા ઘરના પ્રશ્નોના ઉકેલ લાવો તોયે ઘણું.

મેં કહ્યું શું પ્રશ્નો છે તારા? તો કહે રીંગણા ૧૦૦ રૂ. કીલો, દુધમાં લીટરે ૧૦ રુ.નો વધારો, પેટ્રોલમાં લીટરે ૩ રૂ.નો વધારો હવે મારે ઘર કેમ ચલાવવું? મેં માથું ખંજવાળતા કહ્યું હા તારી વાત તો સાચી છે – આ બ્લોગની રામાયણ બંધ કરીને ૨ સોફ્ટવેર વધારે વેચુ તો તારી સમસ્યાનો ઉકેલ આવે. તો છણકો કરતાં બોલી હું તો ૧ વર્ષથી કહું છું કે આ બ્લોગે જ તમારું મગજ બગાડ્યું છે. આખો દિવસ વિચારમાં હો છો અને બેવડી વાત કર્યા કરો છો.

મેં કહ્યું જો કવિ એવું નથી – બ્લોગ ઉપર મને સાચા મિત્રો મળે છે, સુખ-દુ:ખ વહેંચી શકું તેવા સાથીઓ મળે છે. વળી જુદી જુદી સમસ્યા આપણે ઉકેલી તો ન શકીએ પણ તે બાબત તંત્ર અને લોકોનું ધ્યાન તો દોરી શકીએને તો આ કાર્ય પણ થોડાં અંશે બ્લોગ ઉપર થઈ શકે છે. માટે હું બ્લોગ-લેખન કરું છું.

અરે મીતાબહેન આ જુઓને વળી પાછી ગાડી આડા પાટે ચડી ગઈ. એક તો ઘણાં વખતે તમારી જેવા ખાસ મિત્ર સાથે વાત કરવાની તક મળી એટલે મારા ઘરની રામ-કહાણી કરવા બેસી ગયો.

પણ તમારી વાત સાચી છે – આ લિકરનું રહસ્ય તો શોધવું જ જોઈએ.

આ પ્રતિભાવ કદાચ આપને અસંગત લાગશે અથવા તો સ્પામમાં ચાલ્યો જાય તેવી પુરી શક્યતા હોવાથી મારા બ્લોગ ઉપર પોસ્ટ રૂપે પણ મુકી રહ્યો છું.

આ સીવાય પણ યુરોપની વધારે વાત કરશો – બહું ટુંકા સમયમાં તમારે આવવું પડ્યું પણ તોયે આ પ્રવાસ યાદગાર તો જરૂર રહ્યો હશે.


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , | 6 Comments

મારા પ્રતિભાવો (૩) – આગંતુક

મુળ લેખ: પરમેશ્વરી,,ભુવનેશ્વરી,,કાલી!!કાલી!!મહાકાલી!!


મારો પ્રતિભાવ: એટલા માટે તો વારંવાર કહીએ છીએ કે “એકં સત વિપ્રા બહુધા વદન્તિ – સત્ય એક જ છે અને વિદ્વાનો તેને જુદી જુદી રીતે કહે છે” .

પણ વેદાંત અઘરું પડે છે – એટલે આ દેવ-દેવિઓ નાશ પામવાની બદલે વધતા જ જાય છે. જો અમે કહેશું કે “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા” તો લોકોને વાંધો પડશે કે અરે આ બધું માણવા માટે તો બનાવ્યું છે – મિથ્યા હોય તો બનાવે જ શું કામ? હા તો માણ્યા કરો અને અનંત કાળ સુધી લેખ લખ્યા કરો. મગજમાં રહેલા આ નાનકડા કેમીકલને કાબુમાં કરતાં શીખી જાવ ને તો ઘડીકમાં આ બધો ઉત્પાત મટી જાય. પણ પણ પણ રાજ-હઠ, બાળ-હઠ અને સ્ત્રી-હઠ લીધી વાત મુકે નહીં. દોરડી બળે પણ વળ ન છૂટે.

અરે ભાઈ ફરી ફરીને કહીએ છીએ કે વેદાંતને પકડો તો આ બધી યંત્રણાઓ અને માથાકૂટ બંધ થઈ જશે. પણ જેના મગજ ઉપર ૧૦ – ૧૦ દેવીઓ સવાર થઈ ગઈ હોય તેની રાત કેવી રીતે પુરી થાય????


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , | Leave a comment

મારા પ્રતિભાવો (૨) – આગંતુક

મુળ લેખ: કટ્ટર ધર્માન્ધતા


મારો પ્રતિભાવ: કલા-સંગીત-નૃત્ય અને સાહિત્યથી વંચિત આ તાલીબાનોની ધર્માંધતાને ધિક્કાર છે. જેમની ભાષા છે માત્ર તલવાર અને તલવાર (આધુનિક સમયમાં શસ્ત્ર)


Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: , | Leave a comment

મારા પ્રતિભાવો (૧) – આગંતુક

મિત્રો,
આજે શ્રી ભુપેન્દ્રસિંહજીના નીચેના લેખ પર મેં આ પ્રમાણે પ્રતિભાવ આપેલ છે. કદાચ મારી કોમેન્ટ સ્પામમાં જતી રહેતી હશે તેથી ત્યાં આપને ન પણ જોવા મળે.


શ્રી ભુપેન્દ્રસિંહજી,
સહુ પ્રથમ તો નારી શક્તિને સો સો સલામ.

ભારતના બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં ભારત પાક વચ્ચેની બોર્ડર પર હાથમાં ભારેખમ રાઈફલ લઈને ચોકી કરી રહેલી ૬૦૦ મજબૂત યુવતીઓ ને જોઇને કયા ભારતીય ની છાતી નહિ ફુલાય?

દરેક ભારતીયની છાતી ફુલાશે. પણ માત્ર છાતી ફુલાવીને તો દેડકાઓ પણ બેસી રહે છે. તેથી માત્ર છાતી ફુલાવવા કરતાં આ નારી શક્તિ વધુને વધુ જાગૃત થાય તે માટે નારીઓએ જ પ્રયાસો હાથ ધરવા પડશે. મેં તો એવી નારીઓ જોઈ છે કે જેઓ ઈ-મેઈલ એડ્રેસમાં પણ નરના એડ્રેસ લખે છે. આવી નારીઓને જોઈને કોની છાતીના પાટીયા નહીં બેસી જાય???

ગુજરાત રેજિમેન્ટ કે ગુજરાત રાઈફલ્સ કેમ નહિ??????

આ પ્રશ્ન મને પણ સતાવે છે. રાજ્યની અંદર નારીઓની રક્ષા માટે લગભગ દૂર્ગા વાહિનિ ની સ્થાપના કરવામાં આવી છે. પણ સીમાડાઓના રક્ષણ માટે ગુજરાત રેજીમેન્ટ કેમ નથી તે પ્રશ્ન મને પણ થાય છે. મારા બે વિપ્ર મિત્રો ૧.અરુણભાઈ જોષી અને ૨.જયપ્રકાશ પાઠક કે જેઓ મિલિટરી માં રહી ચૂક્યા છે તેમને મળીશ ત્યારે આ વિશે જરૂર પ્રશ્ન કરીશ.


http://brsinh.wordpress.com/2010/10/24/ભારતીય-નૌકાદળમાં-અંબિકા/

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.