Posts Tagged With: આદિ શંકરાચાર્ય
શ્રી વાક્યસુધા (૨૭,૨૮,૨૯/૪૩) – આદિ શંકરાચાર્ય
હવે બીજા પ્રકારની દૃશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છે : હ્રદીવ બાહ્યદેશેSપિ યસ્મિન કસ્મિંશ્ચ વસ્તુનિ | સમાધિરાદ્ય: સન્માત્રે નામરુપે પૃથક સ્થિત: || ૨૭ || શ્લોકાર્થ: હ્રદયમાં થતી દૃશ્યાનુવિદ્ધ સમાધિની પેઠે બાહ્યદેશમાં પણ જે કોઈ વસ્તુમાં સમાધિ તે પ્રથમ સમાધિ છે. આ સમાધિ નામરુપથી પૃથક સન્માત્રમાં રહેલી છે. ટીકા: હ્રદયમાં કોઈ પણ નામ રૂપ વાળી પરમ પવિત્ર [...]
શ્રી વાક્યસુધા (૨૩,૨૪,૨૫,૨૬/૪૩) – આદિ શંકરાચાર્ય
હવે અંતર ને બહાર બ્રહ્મમાં કરવા યોગ્ય સમાધિને બે પ્રકારે વિભાગ પાડીને સાત શ્લોકો વડે પ્રતિપાદન કરે છે. તેમાં પ્રથમ ચાર શ્લોકો વડે હ્રદયાકાશના આલંબન વાળા સમાધિના ભેદોને કહે છે : સવિકલ્પોSવિકલ્પશ્ચ સમાધિર્દ્વિવિધો હૃદિ | દૃશ્યશબ્દાનુવિદ્ધેન સવિકલ્પ: પુનર્દ્વિધા || ૨૩ || શ્લોકાર્થ: હ્રદયમાં બે પ્રકારે સમાધિ છે, સવિકલ્પ ને નિર્વિકલ્પ. પુન: દૃશ્યાનુવિદ્ધ ને શબ્દાનુવિદ્ધ તેમ [...]
શ્રી વાક્યસુધા (૨૨/૪૩) – આદિ શંકરાચાર્ય
પૂર્વોક્ત બ્રહ્મમાં મોક્ષસાધકે પોતાના મનની એકાગ્રતા કરવી જોઈએ તેમ જણાવે છે : ઉપેક્ષ્ય નામરુપે દ્વે સચ્ચિદાનન્દવસ્તુનિ | સમાધિં સર્વદા કુર્યાત હ્રદયે વાSથવા બહિ: || ૨૨ || શ્લોકાર્થ: નામ ને રૂપ એ બેની ઉપેક્ષા કરીને સચ્ચિદાનંદરૂપ વસ્તુમાં, હ્રદયમાં અથવા બહાર સર્વદા ચિત્તને એકાગ્ર કરે. ટીકા: વાચ્યના (શક્તિવૃત્તિ વડે જણાતા પદાર્થના) અંશરૂપ નામ ને રૂપ એ બેના [...]
શ્રી વાક્યસુધા (૨૦,૨૧/૪૩) – આદિ શંકરાચાર્ય
હવે તત્પદ અને ત્વંપદના એકપણાને કહેવાને તત્પદના તથા ત્વંપદના વાચ્યાર્થને તથા લક્ષ્યાર્થને ક્રમપૂર્વક બે શ્લોકો વડે જણાવે છે : અસ્તિ ભાતિ પ્રિયં રુપં નામ ચેત્યંશપંચકમ | આદ્યં ત્રયં બ્રહ્મરુપં જગદ્રૂપં તતો દ્વયમ || ૨૦ || શ્લોકાર્થ: છે, સ્ફૂરે છે, પ્રિય, રૂપ ને નામ આ પાંચ અંશવાળું જગત છે. પ્રથમના ત્રણ બ્રહ્મરૂપ છે, ને પછીના બે [...]
શ્રી વાક્યસુધા (૧૮,૧૯/૪૩) – આદિ શંકરાચાર્ય
એવી રીતે આવરણ શક્તિ પ્રધાન અજ્ઞાનને લીધે આત્માનું સંસારીપણું કહીને હવે વિક્ષેપશક્તિ પ્રધાન અજ્ઞાનને લીધે જ બ્રહ્મનું સંસાર સહિત પણું છે તેમ જણાવે છે : સર્ગસ્ય બ્રહ્મણસ્તદ્વદ ભેદમાવૃત્ય તિષ્ઠતિ | યા શક્તિસ્તદ્વશાત બ્રહ્મ વિકૃતત્વેન ભાસતે || ૧૮ || શ્લોકાર્થ: તેમ જે શક્તિ જગતના ને બ્રહ્મના ભેદને ઢાંકીને રહે છે તે શક્તિને લીધે બ્રહ્મ સંસાર સહિત [...]
શ્રી વાક્યસુધા (૧૫,૧૬,૧૭/૪૩) – આદિ શંકરાચાર્ય
હવે આવરણ શક્તિને તથા તેના કાર્યને જણાવે છે : અન્તર્દૃગ્દૃશ્યયોર્ભેદં બહિશ્ચ બ્રહ્મસર્ગયો: | યાSSવૃણોત્યપરા શક્તિ: સા સંસારસ્ય કારણં || ૧૫ || શ્લોકાર્થ: જે બીજી શક્તિ અંતરના દૃષ્ટા ને દૃશ્યના વિલક્ષણપણાને તથા બહારના બ્રહ્મના ને સૃષ્ટિના વિલક્ષણપણાને ઢાંકે છે તે સંસારનું કારણ છે. ટીકા: વિક્ષેપથી ભિન્ન માયાની બીજી શક્તિ જે આવરણ નામથી પ્રસિદ્ધ છે તે શરીરની [...]
શ્રી વાક્યસુધા (૧૪/૪૩) – આદિ શંકરાચાર્ય
બ્રહ્મ આ જગતનું વાસ્તવિક ઉપાદાન કારણ નથી, પણ સત્તાસ્ફુર્તિ આપવા વડે તે આ જગતનું વિવર્તોપાદાનકારણ ગણાય છે તેમ કહે છે: સૃષ્ટિર્નામ બ્રહ્મરુપે સચ્ચિદાનન્દવસ્તુનિ | અમ્બુફેનાદિવત્સર્વ નામરુપપ્રસારણં || ૧૪ || શ્લોકાર્થ: સૃષ્ટિ એટલે જલમાં ફીણાદિની પેઠે બ્રહ્મરૂપ સચ્ચિદાનંદ વસ્તુમાં સર્વ નામ રૂપનો વિસ્તાર છે. ટીકા: જલમાં જોવામાં આવતાં ફીણ તથા પરપોટા આદિ જલથી ભિન્ન નથી, કેમ [...]
શ્રી વાક્યસુધા (૧૩/૪૩) – આદિ શંકરાચાર્ય
હવે તત્પદના અર્થને શોધવાનો પ્રારંભ કરે છે: શક્તિદ્વયં હિ માયાયા: વિક્ષેપાવૃત્તિરુપકં | વિક્ષેપશક્તિર્લિંગાદિબ્રહ્માણ્ડાન્તં જગત્સૃજેત || ૧૩ || શ્લોકાર્થ: વિક્ષેપરૂપ અને આવરણરૂપ બે શક્તિ પ્રસિદ્ધ માયાની છે. વિક્ષેપશક્તિ સૂક્ષ્મ શરીરથી માંડીને બ્રહ્માંડપર્યંત જગત રચે છે. ટીકા: આ જગતના ઉપાદાનકારણ રૂપ માયાની વા પ્રકૃતિની બે શક્તિઓ છે, એક વિક્ષેપશક્તિ અને બીજી આવરણશક્તિ. તેમાં વિક્ષેપશક્તિ સત્તર તત્વરૂપ લિંગશરીરથી [...]
શ્રી વાક્યસુધા (૧૨/૪૩) – આદિ શંકરાચાર્ય
મનોહંકૃત્યુપાદાનં લિંગમેકં જડાત્મકં | અવસ્થાત્રયમન્વેતિ જાયતે મ્રિયતેSપિ વા || ૧૨ || શ્લોકાર્થ: મનનું અને અહંકારનું ઉપાદાન જડરૂપ એક લિંગશરીર છે. તે ત્રણે અવસ્થાને અનુસરે છે. તે લિંગ શરીર કારણ શરીરમાંથી ઉપજે છે, ને કારણ શરીરમાં લીન થાય છે. ટીકા: મન અને અહંકાર એ બંને જડરૂપ એક લિંગશરીરમાં-વ્યષ્ટિ-સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલાં છે. મનુષ્યાદિનું લિંગ શરીર જાગ્રત,સ્વપ્ન [...]
શ્રી વાક્યસુધા (૧૧/૪૩) – આદિ શંકરાચાર્ય
સ્વપ્ન અને જાગ્રત કેવી રીતે અહંકારના કાર્યરૂપ છે તે કહે છે: અંત:કરણવૃત્તિસ્તુ ચિત્તિચ્છાયૈક્યમાગતા | વાસના: કલ્પયેત્સ્વપ્ને બોધેSક્ષૈર્વિષયાન બહિ: || ૧૧ || શ્લોકાર્થ: પ્રસિદ્ધ અંત:કરણની વૃત્તિ ચૈતન્યના આભાસની સાથે એકપણાને પામી સ્વપ્નમાં વાસનાઓને અનુભવે છે, ને જાગ્રતમાં ઈંદ્રિયો વડે બહારના વિષયોને અનુભવે છે. ટીકા: બહારના પદાર્થોના અનુભવજન્ય સંસ્કારો પ્રાયશ: સ્વપ્નના હેતુઓ છે. આત્મા અવિકારી ને નિર્ગુણ [...]


વાચકો લખે છે.