મારી વહાલી મા
ચલો આનંદ ધામ
મિત્રો, આનંદમયી મા ની છબી જોઈએ ત્યારે આપણને તેનામાં સ્ત્રી તરીકેનો નહીં પણ હંમેશા માતા તરીકેનો ભાવ ઉપજે. વળી તેઓ હંમેશા ભાવ સમાધિમાં હોય જે જોતા ખ્યાલ આવે કે તેઓ દુન્યવી વિચારોથી સર્વથા પર છે. સાચા આધ્યાત્મિક લોકોને કદી પોતાનો પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી પડતી. શ્રી રામકૃષ્ણ પરમહંસ: પાસે, શ્રી લાહિરી મહાશય પાસે, શ્રી [...]
એક વાચકના હ્રદયનો ભાવ
મીત્રો, દુબઈ થી ગીરીશભાઈએ આ કોમેન્ટ રૂપે સંદેશો મોકલ્યો છે જે આપ સહુની સાથે વહેચુ છું. ઘણા બધા NRI કે જેઓ માત્ર ૨૪*૭*Indian Rs. માં પૈસા જ ગણ્યા કરે છે. તેઓ હવે પાછા ફરવા માંગતા નથી કારણકે તેઓ પાસે Residence Status નથી, હ્રદયમાંથી પ્રેમ ગુમાવી બેઠા છે અથવા તો પૈસા નો લોભ છે. ગયા વેકેશનમાં [...]
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ – દામોદર ખુશાલદાસ બોટાદકર
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી [...]
મા-બાપને ભૂલશો નહીં
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. દેવો પૂજ્યાં પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહીં. કાઢી મુખેથી કોળિયો, મોંમાં દઇ મોટાં કર્યાં, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગળશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરાં કર્યાં, એ કોડના પૂરનારના, [...]
માતૃત્વ – પાંડુરંગ શાસ્ત્રી
સંપૂર્ણ સમાજમાં માતૃત્વ વધવું જોઈએ. માતૃત્વમાં કેટલાક અદભુત અને લોકોત્તર ગુણો છે તે બધા સમાજમાં ઉતરવા જોઈએ તો જ સમાજનું કલ્યાણ થાય. મા પાસે પ્રથમ મહાન ગુણ છેઃ- “કરીને ન બોલવાવાળી તે મા.” આ ગુણ સમાજમાં લાવવો જોઈએ. આજે કરીને ન બોલવા વાળાની સંખ્યા દિનપ્રતિદિન ઘટતી જાય છે. અને કર્યા વિના બોલવાવાળાની સંખ્યા વધતી જાય [...]
માતૃત્વઃ પૃથ્વી પરની સર્વોત્તમ કળા – મીરા ભટ્ટ
દિવ્ય જીવન સંઘ, ભાવનગર શાખા વતી બહાર પાડવામાં આવેક પુસ્તક ‘મારી વહાલી મા’ ની પ્રસ્તાવના પૃથ્વી પરનો સૌથી મધુર શબ્દ અને સૌથી મધુર ધ્વનિ છે – મા! સ્વામી શ્રી ત્યાગવૈરાગ્યાનંદજીએ આ સંકલનમાં પૃથ્વી પરની આ મધુરિમાની પુનિત પ્રસાદી ચખાડવાનો સુંદર પ્રયાસ કર્યો છે. માતૃમહિમા અપરંપાર છે, એનાં જેટલાં ગુણગાન-સ્તુતિગાન ગાઓ, કાયમ તે ઓછાં જ પડે! [...]


વાચકો લખે છે.