ભગવદ ગીતા

જ્ઞાનવિજ્ઞાન યોગ – સરળગીતા – અધ્યાય ૭ (યોગેશ્વરજી

શ્રી ભગવાન કહે છેઃ મારામાં આસક્ત થૈ આશ્રય મારો લે, જાણે મુજને કેમ તે હવે કહું છું તે. ॥૧॥ જ્ઞાન કહું તુજ ને વળી પૂર્ણ કહું વિજ્ઞાન, જેને જાણી જાણવું રહે નહીં કૈં આન. ॥૨॥ હજારમાં કોઈ કરે સિધ્ધિકાજ પ્રયાસ કરતાં યત્ન હજારમાં કોઈ પહોંચે પાસ. મારી પાસ પહોંચતા કોઈ પામે જ્ઞાન, સાંભળ, જો તુજને [...]

Categories: અધ્યાત્મ / યોગ, આર્ષદર્શન, જાણવા જેવું, ભગવદ ગીતા, શિક્ષણ, સાહિત્ય | Tags: , , , , , , | 2 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨૪ – ૪૭)

સંજય બોલ્યા: એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત | સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ||૨૪|| હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશનાં આ વચનો પર ભગવાન હૃષિકેશે તે ઉત્તમ રથને બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરી દીધો. ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ | ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ||૨૫|| રથને ભીષ્મ પિતામહ, દ્રોણ તથા અન્ય બધાંજ પ્રમુખ રાજાઓની સામે (એ બન્ને સેનાઓની મધ્યમાં) સ્થાપિત કરી, કૃષ્ણ [...]

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨૦ – ૨૩)

અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ | પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ||૨૦|| હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે | ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં. અર્જુન બોલ્યા: સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેSચ્યુત ||૨૧|| યાવદેતાન્નિરિક્ષેSહં યોદ્ધુકામાનવસ્થિતાન્ | કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ||૨૨|| હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો જેથી હું [...]

Categories: ભગવદ ગીતા | Tags: | 1 Comment

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૧૨ – ૧૯)

તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ | સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ||૧૨|| ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિંહનાદ કર્યો અને શંખ વગાડવો શરૂ કર્યો. તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ | સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોSભવત્ ||૧૩|| ત્યારે અનેક શંખ, નગારા, ઢોલ, શૃંગી આદિ વગડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે [...]

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૭ – ૧૧)

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ | નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે ||૭|| હે દ્વિજોત્તમ, આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને કહું છું. આપણા સૈન્યનાં જે પ્રમુખ નાયક છે તેનાં નામ હું આપને કહું છું. ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ | અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ ||૮|| આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપ, [...]

Categories: ભગવદ ગીતા | Tags: | 5 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૪,૫,૬)

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ | યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ||૪|| ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન | પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ: ||૫|| યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન | સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ||૬|| તેમાં ભીમ અને અર્જુન સમાન કેટલાયે મહાન શૂરવીર યોધાઓ છે જેમકે યુયુધાન, વિરાટ અને મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બલવાન કાશિરાજ, પુરુજિત, કુન્તિભોજ તથા નરશ્રેષ્ઠ વિક્રાન્ત [...]

Categories: ભગવદ ગીતા | Tags: | 4 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨)

સંજય ઉવાચ દૃષ્ટવા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા | આચાર્યમુપ્સંગમ્ય રાજા વચનમબ્રવીત || ૨ || તે વખતે વજ્ર વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈને અને દ્રોણાચાર્યની પાસે જઈને રાજા દુર્યોધને આ વચન કહ્યું પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ | વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા || ૩ || હે ગુરુદેવ! આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ન વડે વ્યૂહાકારે ઊભી કરાયેલી [...]

Categories: ભગવદ ગીતા | Tags: | 3 Comments

ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૧)

મિત્રો, આપણે ઘણી જગ્યાએ લોકોને ટાંકતા જોઈએ છીએ કે ભગવદગીતામાં આમ કીધુ છે ત્યારે ઘણા લોકોને ખરેખર ખબર પણ નથી હોતી કે વાસ્તવમાં તેમ કીધું છે કે નહીં. વળી જે તે શ્લોકનો અર્થ આવા શ્લોકો ટાંકનાર પોતાની ઈચ્છા અને મત અનુસાર કરતાં હોય છે જ્યારે વાસ્તવમાં તેનો અર્થ શું છે તે આપણે આપણી પોતાની બુદ્ધિથી [...]

Categories: ભગવદ ગીતા | Tags: | 7 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.