બાળગીત / જોડકણા / કાલાઘેલા

સાયકલ મારી સ..ર..ર..ર જાય!

સાયકલ મારી સ..ર..ર..ર જાય, ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય. ડોશીમા ડોશીમા આઘા ખસો, નહીંતર વચમાં ચગદઈ જશો. રસ્તામાં છીંકણી ના સૂંઘાય, વાતોમાં સાયકલ વાગી જાય…સાયકલ મારી મોટા શેઠ મોટ શેઠ આઘા ખસો, પાઘડી પડશે તો ગુસ્સે થશો. ચોપડા ચીતરી ચાલ્યા બજાર, આઘા ખસીને કરજો વિચાર…સાયકલ મારી

Categories: બાળગીત / જોડકણા / કાલાઘેલા | Tags: , , | 3 Comments

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.