પ્રેરણા / પ્રોત્સાહન

આદર – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૭)

મિત્રો, કોઈ જ્યારે આપણી સાથે અસભ્ય વર્તન કરે, આપણાં વીશે કે આપણી પરિસ્થિતિ વિશે કશું જાણ્યા વગર મન ફાવે તેમ બોલે ત્યારે સ્વાભાવિક છે કે આપણને અણગમો થાય કે ગુસ્સો આવે. તેવી જ રીતે જ્યારે આપણે બીજા સાથે તોછડાઈ ભર્યું વર્તન કરીએ, જેમ તેમ કહીએ કે કોઈનું અપમાન કરીએ તો સ્વાભાવિક છે કે તેમને પણ [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , , | 2 Comments

સન્મિત્ર – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૬)

મીત્રો, શું આકાશમાં તારા હંમેશા દેખાય છે? ના અંધારી રાત્રે તારા મંડળ ઝગમગી ઉઠે છે. દિવસે કે અજવાળીયા દરમ્યાન ખાસ તારાઓ દેખાય નહીં. (હા ક્યારેક કોઈને ધોળા દિવસે તારા દેખાય જાય તે વાત અલગ છે ) આકાશમાં તારા ન દેખાતા હોય તેથી શું તેમ માની લેવાય કે આકાશમાં તારા નથી? ના તેવું ન માની લેવાય. [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

લવચીકતા – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૫)

મીત્રો, એક વખત ભયંકર વાવાઝોડું આવ્યું. મોટા મોટા વૃક્ષો આમથી તેમ ડોલવા લાગ્યા. વાવાઝોડાની ગતી વધી અને લગભગ બધા વૃક્ષો ધરાશાઈ થઈ ગયાં. ત્યાં આગળ કેટલુંક ઘાસ ઉગ્યું હતુ જે દર વખતે પવનની થપાટો સાથે નમી જતું હતું પરંતુ વાવાઝોડું શમ્યા પછીએ તે તો હજુ ઉભું હતું. જ્યારે મોટા મોટા મહાકાય વૃક્ષો પોતાની અક્કડતાને લીધે [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

ભલમનસાઈ – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૪)

મીત્રો, આજે આપણે સ્વામી શિવાનંદની થોડી વાત કરીએ. સ્વામીજીનું પૂર્વજીવનનું નામ કુપ્પુસ્વામી અય્યર હતું. તેમનો જન્મ દક્ષિણમાં તામ્રપર્ણિ નદીના કાંઠે આવેલા પટ્ટામડાઈ નામના ગામડામાં ઈ.સ.૧૮૮૭માં સપ્ટેમ્બર માસની ૮મી તારીખે થયો હતો. તેમના પિતાનું નામ વેંગુ અય્યર અને માતાનું નામ પાર્વતી અમ્મલ હતું. તેમને ભક્તિ, જ્ઞાન અને સેવાનો મહાન વારસો મળ્યો હતો. ડોક્ટર થયા પછી તેમણે [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 1 Comment

સંગીત – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૩)

મીત્રો, પ્રકૃતિનો ચૈતન્ય સાથેનો નીરંતર રાસ એટલે સંગીત. વૈજ્ઞાનિકો કહે છે કે સૃષ્ટિના આરંભે મોટો ધડાકો થયો અને ત્યાર બાદ નીરંતર ઉત્ક્રાંતી પામતી સૃષ્ટિ આજે અહીં સુધી પહોંચી છે. ધડાકો મેળે મેળે થાય તો તે અસ્ત વ્યસ્ત થાય. ત્રાસવાદીઓ ધડાકા કરે છે તો તેનાથી કશું સર્જન નથી થતું પણ આસ પાસ રહેલું બધું વેર વિખેર [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | 2 Comments

જીવન ટુંકુ છે – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૨)

મીત્રો, આપે ઉપરનું વાક્ય વાંચ્યું? Life is Short. Eat Dessert First! (Jacques Torres) સાવ સાચું કહું તો મને Jacques Torres કોણ છે અને તેમનું જગતને શું પ્રદાન છે તે બાબતે કશી ખબર નથી. તેમની એક વાત સાચી છે કે Life is Short. હવે આપણે બીજું એક વાક્ય જોઈએ: This life is short. Vanities of the [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

શિસ્ત – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૧)

મીત્રો, બગીચામાં ફરતા લોકો અને ક્વાયત કરતા સૈનિકો વચ્ચે નો તફાવત સ્પષ્ટ હોય છે. બગીચામાં ફરતા લોકોમાં બાળકો દોડાદોડી કરતા હશે, વડીલો ગંજીપો કે નવ કુકરી રમતા હશે, બહેનો ટોળ ટપ્પા કરતી હશે, પ્રેમી પંખીડા લપાઈ છુપાઈને કાનમાં ધીરેથી ઘુસ પુસ કરતાં હશે, પતિ-પત્નિ બાજુ બાજુમાં બેઠા હશે તો યે પતિ ચિંતામગ્ન હશે કે ફોન [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

ક્રીયાશક્તિ – પ્રેરણા અને પ્રોત્સાહન (૩૦)

મીત્રો, એકાએક ઠેસ આવે અને હું ગડથોલીયું ખાઈને પડી જાઉ – આજુબાજુના લોકો હસવા લાગે, કોઈક તો વળી કહે પણ ખરા કે જોઈને ચાલતો હોય તો, કેટલાક જોયું ન જોયું કરીને મુંછમાં હસતા હસતા ચાલ્યા જાય, કોઈક બુમ પાડે અને કહે કે અરે અરે કાઈ વાગ્યું તો નથીને? તેવામાં એક વ્યક્તિ આવે મારો હાથ પકડીને [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

અશક્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૯)

મીત્રો, ઘણી વખત આપણે અશક્ય શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. જેમ કે :- * તે માણસમાં સમજણ આવે તે વાત અશક્ય છે. * મરેલો માણસ પુન:જીવીત થાય તે અશક્ય છે. * માણસ સુર્ય પર જઈ શકે તે અશકય છે. * માછલીઓ તરવાને બદલે ઝાડ પર ચડી જાય તે અશક્ય છે. * ટુથપેસ્ટના પાઉચમાંથી નીકળી ગયેલી [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

લક્ષ્ય – પ્રેરણા અને પ્રોત્સાહન (૨૮)

મીત્રો, ગાંધીજી અને મારી વચ્ચે કોઈ સામ્યતા નથી. માત્ર એક બાબતમાં હું તેમનાથી ચડીયાતો છું – અને તે છે મારા ગરબડીયા અક્ષર. હું નાનો હતો ત્યારે નોટબુકના પ્રથમ પાને ગરબડીયા અક્ષરે પ્રથમ બે ચરણ આ પ્રમાણે લખતો. વૃક્ષ વીનાની વેલડી, ચંદ્ર વીનાની રાત; ભણતર વીનાની જીંદગી, થઈ જશે બરબાદ. વિદ્યાર્થી જીવનનું જો કોઈ લક્ષ્ય પુછે [...]

Categories: પ્રેરણા / પ્રોત્સાહન | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.