ઊજવણી
વિક્રમ સંવંત ૨૦૬૮ નું સ્વાગત છે
મીત્રો, મધુવનમાં વિક્રમ સંવત ૨૦૬૮ના સ્વાગતની એક ઝલક આપણે છબીઓ દ્વારા માણશું. એકલા એકલા ઉત્સવો માણવાનો આનંદ ન આવે. ઉત્સવોની મજા તો સમૂહમાં આવે. છબીઓમાં આપને રંગોળી, ફટાકડા (સોરી – મીઠાઈ અને ફરસાણ) અને અબાલવૃદ્ધોના ભાવ જોવા મળશે. ગાય પણ મધુવનમાં પોતાની બેઠક રાખે છે. મને ક્યાંય શોધશો નહીં – હું તો આપ સહુના હ્રદયમાં [...]
શુભ દીપાવલી
મીત્રો, વિક્રમ સંવત ૨૦૬૭ જ્યારે વિદાય લઈ રહ્યું છે અને આ સંવતના છેલ્લા દિવસની પૂર્વ સંધ્યાએ આપ સહુને માટે આ પ્રકાશનો તહેવાર ઉત્સાહ, આનંદ અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ વર્ષે આપણે ઘણું ઘણું નવું શીખ્યા. એક બાબતને અનેક પ્રકારના દૃષ્ટિકોણથી જોતા શીખ્યા. એક ઘટના કેટલાક લોકો માટે સારી હોય તો તેની તે [...]
ફ઼ાધર્સ ડે
તા.૧૯ જુન ૨૦૧૧ ત્રીજો રવિવાર મિત્રો, શું આપણે જાણીએ છીએ કે આજે U.S.A, Canada અને U.K. ફ઼ાધર્સ ડે ઉજવી રહ્યાં છે? દર જુન મહિનાના ત્રીજા રવિવારે આ ૩ દેશોમાં ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે. ઓસ્ટ્રેલીઆ અને ન્યુઝીલેન્ડમાં દર સપ્ટેમ્બર મહિનાના પ્રથમ રવિવારે ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે. બાકીના દેશોમાં રોજ ફ઼ાધર્સ ડે ઉજવવામાં આવે છે. [...]
પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ શતાબ્દિ મહોત્સવ
તા. ૧૯/૦૫/૨૦૧૧ ભાવનગર. પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જન્મ શતાબ્દિ મહોત્સવનો તા.૧૯-૫ને ગુરૂવારથી શુભારંભ થશે. મહોત્સવ સમિતિના ઉપક્રમે ગુરૂવારે સવારે ૯-૧૫ કલાકે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં પૂર્વ પર્યાવરણ મંત્રી વાંકાનેરના મહારાજા ડૉ.દિગ્વિજયજીના હસ્તે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ફુલહાર વિધિ થશે. મહારાજા શિવભદ્રસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ પ્રસંગે રાજકીય, સામાજિક ક્ષેત્રોના હોદેદારો તથા આગેવાનો સહિતના ઉપસ્થિત રહેશે. [...]
જય જય ગરવી ગુજરાત
મિત્રો, સહુને સ્વર્ણિમ ગુજરાતના જન્મદિવસના વધામણાં – આજે આપણે સહું આપણાં પ્યારા ગાંધી બાપુને યાદ કરીને સત્ય, અહિંસા, પ્રેમ, ભાઈચારો, એકબીજાને મદદરુપ થવાની ભાવના સાથે ગુજરાતને સમગ્ર વિશ્વમાં માનવંતુ સ્થાન અપાવવા કટીબદ્ધ બનીએ તેવી અભ્યર્થના.
ચક દે ઈન્ડિયા
“How respectful is d Pakistan Team that their prime minister himself has come to pick them up from mohali to pakistan…”Chak de India.. પાકીસ્તાનની ક્રીકેટ ટીમ કેટલી બધી આદરપાત્ર છે કે જેમના વડાપ્રધાન તેમને મોહાલીથી પાકિસ્તાન તેડી જવા માટે રુબરુ આવ્યાં. ચક દે ઈન્ડિયા. – ભાવનગરી ગૃપના ઈ-મેઈલમાંથી સાભાર
શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)
મીત્રો, આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા [...]
૧,૦૦,૦૦૦ થી પણ વધારે વખત “ભજનામૃત વાણી” ને મળેલી ક્લિક બદલ અતીથીઓનો આભાર
મિત્રો, આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું. આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ… ભલે પધાર્યા.. આપનો અતુલ


વાચકો લખે છે.