આનંદ
શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ (૧૮ ફેબ્રુઆરી)
મીત્રો, આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ દિવસ છે. જગતના બધાં જ ધર્મો વચ્ચે સંવાદિતા સાધવાનો તેમનો ભગીરથ પ્રયાસ અને “ઈશ્વર-પ્રાપ્તિ એ જ માનવજીવનનું લક્ષ્ય છે” તેવું દૃઢતાથી કહેનારા અને આજીવન તે એક માત્ર સમજણ લોકોને આપવા જેઓ મથ્યા અને જેમના નામે આજે વિશ્વમાં ઘણાં ઘણાં સત્કાર્યો થઈ રહ્યાં છે તે નમ્ર મહા-માનવ વિશે વધુ જાણવા [...]
૧,૦૦,૦૦૦ થી પણ વધારે વખત “ભજનામૃત વાણી” ને મળેલી ક્લિક બદલ અતીથીઓનો આભાર
મિત્રો, આજે “ભજનામૃત વાણી” એ ૧,૦૦,૦૦૦ થી પણ વધુ ક્લિક પ્રાપ્ત કરેલ છે. તે બદલ સર્વ અતીથીઓનો અંત:કરણ પૂર્વક આભાર માનુ છું. આપનું આગમન.. એ જ મારો ઉત્સાહ… ભલે પધાર્યા.. આપનો અતુલ
આસ્થાનો જન્મદિવસ – આગંતુક
મિત્રો, ૧૧મી ડીસેમ્બર એટલે અમારા માટે ખુશીનો દિવસ. આજના યાદગાર દિવસે મેં પિતૃત્વ અને કવિતાએ માતૃત્વ પ્રાપ્ત કરેલ. મને યાદ છે તે ૧૩ વર્ષ પહેલાનો સુવર્ણ દિવસ કે જ્યારે સવારના પહોરમાં મેં સમાચાર સાંભળેલા કે ગઈકાલે અડધી રાત્રે તમે એક પુત્રીના પિતા બની ચૂક્યા છો. મારી સવાર સુધરી ગયેલી. ગઈ કાલે મને એમ હતું કે [...]
‘કુરુક્ષેત્ર’ ને એક વર્ષ પૂર્ણ કરવા બદલ અભીનંદન – આગંતુક
મિત્રો, આજે આનંદની વાત છે કે મારા મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહજીએ બ્લોગ-જગતમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. મારે તેમની સાથે ઘણો મતભેદ અને મનભેદ હતો અને હજુ યે ક્યારેક ઉંબાડીયા કરી લઉ છું. હવે મનભેદ રહ્યો નથી મતભેદ તો હજુયે છે. તેમની બ્લોગ-જગતની યાત્રા અવિરત ચાલુ રહે તેવી હ્રદયપૂર્વકની શુભેચ્છાઓ….. એક વર્ષ પૂરું થયું ગુજરાતી બ્લોગ [...]
“જાની પરિવાર” અને ભાવેણાનું ગૌરવ વધારતાં ડો.હરિત જાની
મિત્રો, આજે આપ સહુ સાથે એક આનંદના સમાચાર વહેંચવાના છે. અમારા પરિવારના ડો.હરિત જાનીને ઓસ્ટ્રેલિયામાં કુદરતી ગેસ, આરોગ્ય અને સુરક્ષા અંગે કાર્ય કરતી સંસ્થા દ્વારા “સીએસઆઈઆરઓ મેડલ ફોર હેલ્થ એચિવમેન્ટ-૨૦૧૦” થી સન્માનિત કરાયા છે. આનંદી સ્વભાવના સ્વામી એવા ડો. હરિત જાની નાનપણથી જ અભ્યાસપ્રિય છે અને પ્રત્યેક કાર્ય ચિવટપૂર્વક કરવાની લાક્ષણીકતા ધરાવે છે. સર પી.પી.ઈન્સ્ટીટ્યુટ [...]
શુભેચ્છા પ્રકાશના તહેવારની – આગંતુક
ૐ અસતો મા સદગમય: તમસો મા જ્યોતિર્ગમય: મૃત્યોર્માં અમૃતં ગમય: ૐ શાંતિ: શાંતિ: શાંતિ: વિક્રમ સવંત ૨૦૬૬નો આજે છેલ્લો દિવસ. અમાસ હોવા છતાં તેને ઉજાસનો દિવસ – પ્રકાશનું પર્વ શા માટે કહે છે? અંધારીયું કે અજવાળીયું તે ચંદ્રની કલા ઉપર આધાર રાખે છે. અને તેથી ઉજાસમાં વધ-ઘટ રાત્રે હોય છે. પણ સૂર્યના પ્રકાશમાં દિવસે તેવા [...]
દિપાવલી પર્વની શુભેચ્છાઓ (૧)
મિત્રો, દિપાવલી આવું આવું કરી રહી છે. અમુક બ્લોગ ઉપર તો ફટાકડાં પણ ફુટવા લાગ્યાં છે. “મધુવન” માં પણ શુભેચ્છાઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી દિપાવલીની શુભેચ્છા રુપે “અમૃતબિંદુ” નામની લઘુ- પુસ્તિકા પ્રાપ્ત થઈ છે. આનંદ સાથે તેમનો ઋણ- સ્વિકાર કરીએ છીએ. આ ઉપરાંત આસ્થાની શાળામાં સહુએ એક [...]
ચબરાકીયા (૧) – આગંતુક
સહુ કોઈ ચાલે સમયની પાછળ; દુ:ખનો કરતાં શોક. ’સમય’ પણ જેની પાછળ ચાલે; “એવા વિરલા” કો’ક
હંસ: નો જન્મદિવસ
તા.૨ ઓક્ટોબર ૨૦૧૦ અમારા પરિવારનો સૌથી નાનો સભ્ય પણ વાતો મોટી મોટી કરનાર હંસ: નો આજે નવમો જન્મદિવસ છે. હંસ: ૩જા ધોરણમાં અભ્યાસ કરે છે અત્યારે તેની સત્રાંત પરિક્ષા ચાલી રહી છે. તેને જવાબ તો યાદ હોય જ પરંતુ તેનાં પછીનો સવાલ ક્યો છે તે પણ યાદ હોય. સ્વભાવે થોડો જિદ્દી અને ગુસ્સાવાળો ખરો પણ [...]


વાચકો લખે છે.