અજ્ઞાતમાં ડૂબકી
અજ્ઞાતમાં ડૂબકી – પ્રશ્નઃ- (13)
તા.06-04-2003, રવિવાર (શિષ્યો) પ્રશ્નઃ- (13) જીવ ચિદાભાસ પોતે પુર્ણ સ્વતંત્ર થઈ શકે છે. તો જીવ એટલે કર્તા સ્વતંત્ર કઈ રીતે સમજવું ? તા.13-04-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી) પ્રત્યુત્તરઃ- (13) અંત:કરણ વિશિષ્ટ ચૈતન્ય જીવ પ્રમાતા કર્તા ભોક્તા મનાય છે. પરંતુ અંતઃકરણ ઉપહિત ચૈતન્ય વેદાંત મતે મિથ્યા પ્રમાતા કર્તા ભોક્તા અવિદ્યાદિ ક્લેશોને ભોગવનાર મનાય છે. કુટસ્થ સાક્ષિ ચૈતન્ય [...]
અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 12
પ્રશ્નઃ- (12) જગતની કલ્પના અહંકારની કલ્પનાને આધિન છે. અને અહંકારની કલ્પના ચૈતન્યને આધિન છે એટલે શું ? પ્રત્યુત્તરઃ- (12) એક કાયમને માટે એવો નિયમ છે કે અહંકાર વગર કયાંય પણ કોઈ કૃતિ કે કર્મ હોતુ નથી. સંકલ્પ કે કલ્પના હોતી નથી. કોઈ પણ સંકલ્પ કે કલ્પના નો કર્તા જીવ ચિદાભાસ કર્તા અહંકારી જીવ હોય છે. [...]
અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 11
પ્રશ્ન:- (11) બ્રહ્મને પોતાની અભિન્ન અહંકારનું જે અનુસંધાન થાય છે તે જ આ મહાવિસ્તીર્ણ સંસારરૂપે બ્રહ્મમાં સ્ફુરે છે. અને તે બ્રહ્મમય હોવાને લીધે અનંત છે. બ્રહ્મને પોતાની અભિન્ન અહંકારનું અનુંસંધાન થાય છે. એટલે શું ? પ્રત્યુત્તર:- (11) બ્રહ્મને પોતાથી અભિન્ન અહંકારનું અનુસંધાન થવું તેમાં આપણે સૃષ્ટિ ઉત્પત્તિમાં જોઈ ગયા છે કે વિશુદ્ધ બ્રહ્મમાં સૃષ્ટિ નથી. [...]
અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 10
પ્રશ્ન:-(10) દૃષ્ટા અને દૃશ્યની મધ્યમાં રહેવું એટલે શું ? પ્રત્યુત્તરઃ-(10) મારા પ્યારા પ્યારા વહાલા વહાલા ભક્તો. પ્રશ્ન ખુબ જ મહત્વનો છે કારણ કે આપણે કયારેક ક્યારેક દૃષ્ટા તથા દૃશ્યની વાત કરતા હોઈએ છીએ કે આત્મા દૃષ્ટા છે. જગત દૃશ્ય છે. ઠીક વાત છે. પરંતુ દૃષ્ટા તથા દૃશ્યનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું હોતું નથી. આ વિષય ઉપર [...]
અજ્ઞાતમાં ડૂબકી – 7,8,9
તા. 09-03-2003, રવિવાર (શિષ્યો) પ્રશ્ન:-(7) જ્ઞાન માં એક નિષ્ઠ રહેનારાને જાગ્રતમાં પણ સુષુપ્તિ વાળાની પેઠે નિર્વિકારપણુ રહેવું એટલે શું? પ્રશ્ન:-(8) આત્મતત્વ અજ્ઞાની ને અપ્રકાશિત છે. આત્મ તત્વ જ્ઞાની ને પ્રકાશિત છે. આત્મ તત્વ મુક્ત પુરુષ ને અપ્રકાશિત નથી ને પ્રકાશિત પણ નથી. એટલે શું? પ્રશ્ન: -(9) પ્રલયમાં તથા સમાધીના કાળમાં સંપૂર્ણ જગત સુષુપ્ત રૂપ થઇ [...]
અજ્ઞાતમાં ડૂબકી – પ્રારબ્ધ, પુરુષાર્થ અને પૌરુષ પર વિચાર
તા.16-02-2003, રવિવાર (શિષ્યો) પ્રજ્ઞાબહેનનો પ્રશ્નો- પ્રશ્નઃ- (4) ક્રીયાથી ફળ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પણ પ્રારબ્ધ જોવામાં આવતું નથી. આથી પ્રારબ્ધ – છે કે કેમ? તે જણાવવા કૃપા કરશો. પ્રશ્નઃ- (5) આ જન્મનો પુરુષાર્થ તથા પુર્વ જન્મનો પુરૂષાર્થ તેમ બે પુરુષાર્થ છે. તેમાં પુર્વ જન્મના પુરુષાર્થને પ્રારબ્ધ કહી શકાય કે કેમ? તે જણાવવા કૃપા [...]
અજ્ઞાતમાં ડૂબકી (3)
તા.9-2-2003, રવિવવાર (શિષ્યો) (રાણાકાકાની શંકા) ચન્દ્રકાન્ત ભાગ – 1 (સત્સંગ પ્રતાપ) સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણે લોકોના અને મોક્ષના સર્વે સુખોને એક પલ્લામાં મૂકીએ અને બીજા પલ્લામાં એક ક્ષણભર સત્સંગ સુખને મુકીને તોળીએ, તો સત્સંગના સુખવાળું પલ્લું નીચું નમશે. અર્થાત બીજા બધા સુખો સત્સંગની તોલે આવી શકશે નહીં, એવો સત્સંગનો મહિમા અગાધ છે. સત્સંગનું [...]
અજ્ઞાતમાં ડૂબકી પ્રશ્નઃ 2
રવિવાર તા.9-2-2003 પ્રશ્નઃ- હે મુનિ રાગીપુરૂષની પેઠે બહુજ નાચ્યા કરતા એ કૃતાંતનું(કાળ) નિયતી(સર્વદા ફલનું નિશ્ચિતપણું) રૂપ સ્ત્રીમાં અત્યંત કામી પણું જોવામાં આવે છે. સંસારરૂપી વક્ષસ્થળ ઉપર ચંદ્રની કળા જેવો ધોળો શેષનાગ ને ત્રણે લોકમાં વહેંચાયેલો ગંગાનો પ્રવાહ એ બન્ને દૈવરૂપી કાપાલીકના સવ્ય તથા અપસવ્ય જનોઇરૂપે છે. પ્રત્યુત્તરઃ- સવ્ય તથા અપસવ્ય જે શબ્દો છે તેમાં દૈવનું [...]
પ્રત્યુત્તરઃ-(1) જ્ઞાનવાનનો અર્થ
જ્ઞાનવાનનો અર્થ - પ્રત્યુત્તરઃ-(1) તા. 09-02-2003, રવિવાર (સ્વામી ભજનપ્રકાશાનંદજી) જ્ઞાનવાનનો મુખ્ય અર્થ તો એ છે કે જે વિવેક, વૈરાગ્ય, શમાદિ ષટ્સંપત્તિ, મુમુક્ષુતા તથા શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તત્વં પદાર્થનું શોધન જેણે કરી અને ગુરૂના મહાવાક્ય તત્વમસિ ને કાનથી શ્રવણ કરીને જે સાધન ચતુષ્ટ્ય સંપન્ન છે. તત્વં પદાર્થનું શોધન કરેલ છે. તેને ગુરૂ મહાવાક્ય કહેતાંજ તેના [...]
પ્રશ્નઃ- (1)
તા.02-02-2003, રવિવાર (શિષ્યો) યોગવશિષ્ઠનો પ્રશ્ન પ્રશ્નઃ- (1) મનુષ્ય મેરૂ પર્વત જેવો સ્થિર અચળ હોય, જ્ઞાનવાન હોય, શુરવીર હોય, ધીર હોય પરંતુ તૃષ્ણા એવી છે કે એવા નરોત્તમને પલવારમાં આંખના પલકારામાં તેને તરણાના તોલનો કરી નાખે છે તો ક્યા જ્ઞાનવાનને અથવા જ્ઞાનવાનનો અર્થ શો?


વાચકો લખે છે.