સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ ચરિત્ર – સ્વામી સચ્ચિદાનંદ

મિત્રો,

સ્વામી સચ્ચિદાનંદજીની વેબ સાઈટ પરથી એક પોસ્ટ આજે અહીં મુકી છે. સ્વામી સચ્ચિદાનંદ હ્રદયવાળા, વૈજ્ઞાનિક વિચારસરણી ધરાવતા આસ્તિક રેશનલ સંત છે 🙂 કે જેઓ અધ્યાત્મને વ્યવહારીક બનાવવાનો ભરપુર પ્રયાસ કરે છે. તમે તેમની વેબ સાઈટ પરથી અવનવા પ્રવચનો વાંચી અને સાંભળી શકશો.

સચ્ચિદાનંદજી

ભાગ A

અત્યાર સુધી જે સંતો થયા તે માનવતાવાદી કે સમાજવાદી થયા પણ આ બંને દિશામાં જુનવાણી વિચારોને લીધે અને રૂઢીચૂસ્તોને લીધે જોઈએ એવી સફળતા ન મળી. દયાનંદ સરસ્વતીને પણ જોઈએ એવી સફળતા ન મળી તે વિશે પૃથ્વીની પ્રકૃતિના ઉદાહરણથી સમજણ. @6.09min.

તમારી પાસે કેટલું સાચું છે, કેટલું સત્ય છે એની મહત્તા નથી પણ કેટલું શક્ય છે છે તેની મહત્તા છે. દયાનંદ સરસ્વતી, કબીર, નાનક, દાદુ આ બધા મહાન પુરુષો થયા, એમની પાસે સત્ય હતું પણ શક્યતા ઓછી હતી. અહિયાં જે સફળ થયા તેમાંના એક સંત થયા તે રામકૃષ્ણ પરમહંસ. દયાનંદ સરસ્વતીની મસ્તિષ્કની પ્રધાનતા અને રામકૃષ્ણ પરમહંસ પાસે હૃદયની પ્રધાનતા. ૧૯મી સદીમાં બંગાળમાં અંગ્રેજોનો પ્રભાવ, ક્રિશ્ચિઅનોનો પ્રભાવ, મુસ્લિમોનો પ્રભાવ, બ્રહ્મોસમાજનો પ્રભાવ, પ્રાર્થના સમાજનો પ્રભાવ એક તરફ અને બીજી તરફ તાંત્રિકો, શાક્તો, વામ-માર્ગીઓનો પ્રભાવ અને આવી સ્થિતિમાં એક બ્રાહ્મણ ખુદીરામના ઘરે રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો. ખુદીરામે જાગીરદારના ત્રાસથી ગામ છોડવું પડ્યું. @12.50min.

મીરાબાઈનું જીવન ચરિત્ર વાંચજો. કુટુંબના ત્રાસથી તુલસીદાસને પ્રશ્ન પૂછ્યો કે મારે શું કરવું? તુલસીદાસે વ્રજ ભાષામાં એક ભજન લખીને મોકલ્યું ” जाको प्रिय न राम बैदेही, तजिए ताहि कोटि बैरी सैम.” જે ભગવાનની ભક્તિમાં વિરોધ કરે અને તમારું જીવન ગુંગળાવે, તમે એનું સમાધાન ન કરી શકો એવી સ્થિતિમાં પહોંચી જાવ તો એમને છોડી દેવું સારું. @16.26min.

ખુદીરામે ઘર, ગામ, જાગીર છોડી દીધું અને કલકત્તાથી દૂર કામારપુકુર ગામમાં જઈને રહ્યા. એમની પત્નીને સંતાન થયું નામ રાખ્યું રામકુમાર. થોડા વર્ષ પછી તીર્થો કરી આવ્યા પછી બીજું સંતાન થયું. તમારા શરીરની તીવ્ર લાગણીઓ, ભાવના કેવી રીતે સાકાર થાય તે જરૂર સાંભળો. બીજા સંતાનનું નામ પડ્યું શંભુકાંત પણ સ્વપ્નો આવ્યા તેને લીધે નામ રાખ્યું ગદાધર. બંગાળીમાં ટૂંકું નામ કરી દીધું તે ગદાઈ. @28.19min.

ગદાઈ મોટો થવા લાગ્યો પણ કુળને ઉજ્જવળ કરે એવા કોઈ લક્ષણજ નહિ. નિશાળે ન જાય. ખુદીરામ ત્રાસી ગયા. છેલ્લે એને પૂજામાં લગાડી દીધો, એ કામ એને ગમ્યું. અને કાલી સાથે એવા ઓતપ્રોત થઇ ગયા કે કાલી સાથે વાત કરે. ૨૩ વર્ષની ઉંમર થઇ અને ગાંડપણ એટલું વધી ગયું કે કુતરા ભેગું જઈને ખાઈ આવે, કપડાં ગમે તેમ હોય, જનોઈ ફેંકી દે, શીખા કાઢી નાંખે. પાગલની હોસ્પીટલમાં લઇ ગયા અને છેવટે ૬ વર્ષની શારદામણીદેવી જોડે પરણાવી દીધા. @35.32min.

ધીરે ધીરે લોકો એમને ઓળખવા લાગ્યા. શારદામણીદેવીએ લખ્યું છે કે જયારે હું મોટી થઇ, ત્યારે રામકૃષ્ણે કાલીની સોળસોપચાર પૂજા કરી અને મને એજ આસન પર બેસાડી અને જેવી રીતે કાલીની પૂજા કરી તેવી રીતે મારી પૂજા કરીંને સાષ્ટાંગ દંડવ્રત પ્રણામ કર્યા. શારદામણીદેવી, રામકૃષ્ણ પરમહંસ આ બંને પૂર્વે જન્મના કોઈ અદભૂત આત્માઓ પતિપત્નીના રૂપમાં થઈને આવ્યા પણ બંને એકબીજામાં ઓતપ્રોત થઈને રહ્યા, જેમ શિવ-પાર્વતી, લક્ષ્મી-નારાયણ, રામ-સીતા, રાધા-કૃષ્ણ આખી જીન્દગી એક થઈને રહ્યા. @37.12min.

રામકૃષ્ણ અનેક પ્રકારની સાધનાઓ કર્યા કરે, એમનો યોગસાધના પર બહુ મોટો ભાર. એક સાધ્વી યોગીની એમને ત્યાં ઘણા વર્ષો સુધી રહે અને આખો તંત્ર માર્ગ એમને સિદ્ધ કરી આપ્યો. એમના જીવનના બે પિરીયડો છે, એક પાગલ પણાનો અને બીજો સાધના-સિદ્ધ અવસ્થાનો. એક તોતાપુરી મહારાજ પાસે યોગ શીખ્યા. એમણે નીરવિકલ્પ સમાધિ કરાવી, જાગ્યા ત્યારે ન્યાલ થઇ ગયા. અહીંથી સાધના પૂરી થઇ. એમની અંદરથી કુંડલીની જાગી એમાંથી ઉપનિષદો, યોગસુત્ર, મહાભારત, રામાયણ, ભાગવત કંઈ પણ પૂછોને, ભણવાની જરૂર નથી. અંદરથી એક ફુવારો ઉડે, ગમે તેવા પ્રશ્નો પૂછો, નિરદ્વન્દ્વ ભાવથી જવાબ આપે. એક પૈસાનો લોભ-લાલચ નહિ, કોઈની પડી નહિ. સાચું નિર્ભય બોલવું અને જોતજોતામાં કલ્કાત્તમાં એમની પ્રસિદ્ધિ ફેલાવા લાગી અને કેશવચંદ્ર સેન જેવા બેરિસ્ટર અને બ્રહ્મોસમાજના માણસો ભળી ગયા. ભારતની ભૂમિને બ્રહ્મોસમાજ અને આર્ય સમાજ અનુકુળ ન આવ્યો. આ ભૂમિ મૂર્તિપૂજા છોડી શકે એવી ભૂમિ નથી. એને એવી જરૂર હતી કે મૂર્તિ પૂજા તો આપે પણ એના દુષણ ન આપે. @41.01min.

એક ખારવા કોમની રાણી રાસમતિએ કાલીનું મંદિર દક્ષિણેશ્વરમાં બંધાવ્યું, પણ ખરા ટાઇમે બ્રાહ્મણો વિરોધી થઇ ગયા તે વિશે સાંભળો. રાણી રાસમતિ દ્વારા વિધિ કરાવી. લોકોએ બહુ વિરોધ કર્યો. સૂઈગામની આવીજ એક વાત સાંભળો. @46.18min.

થોડા સમય પછી રાધાકાંતના મંદિરની મૂર્તિ પડી ગઈ અને મૂર્તિનો પગ તૂટી ગયો. પંડિતોએ મૂર્તિને જળમાં પધરાવવાનું કહ્યું. રાણીને આ મૂર્તિ પ્રત્યે અનન્ય ભાવ. આ પ્રશ્ન બહુ ગૂંચવાયો. રામકૃષ્ણે કહ્યું કે હું સાંધી આપીશ. આ સાંધેલી મૂર્તિ હજુ તે મંદિરમાં છે.

ભાગ B

રામકૃષ્ણ પરમહંસની ઈચ્છા હતી કે આખી દુનિયાને એક સંપ્રદાયમાં લાવી શકાય નહિ, તો શું કરીશું? ત્યારે જે છે એ બધામાં એક ભાવ ઊભો કરવો, અને તે માટે એમણે પોતાના જીવન પર પ્રયત્નો કર્યા. એમણે કેટલાયે સમય સુધી રામની ભક્તિ, હનુમાન થઈને, પૂછડું બાંધીને ઝાડપર ચઢી જઈને કરી. રામ સિવાય કોઈ બીજો શબ્દ ન બોલે. કૃષ્ણની ભક્તિ કરી ત્યારે ગોપી થઇ ગયા. એમણે ક્રીશ્ચિયાનીટીની ઉપાસના કરી અને થોડા સમય સુધી મુસલમાન થઇ ગયા, નમાજ પઢે અને કાલીના દર્શન કરવા જાય નહિ, મૂર્તિને માનેય નહિ. ઉર્દુ બોલે ફારસી બોલે એમ બધા પ્રયોગો સિદ્ધ કરવા માટે કર્યા. ઉપનિષદમાં હજારો વર્ષો પહેલા સુત્ર મુકેલું કે “एकम् सद्विप्रा बहुधा वदन्ति” એ સુત્રને સાક્ષાત્કાર કરી બતાવ્યું. તમે નમાજ પઢો તો અલ્લાહ એનો એજ, ચર્ચમાં ગોડ એનો એજ. મંદિરમાં રામ રામ બોલો અને કાલી કાલી કરીને માં માં કરો તો પણ સુપર પાવર એનો એજ છે. આવનારો એજ્યુકેટેડ વર્ગ પ્રભાવિત થઇ ગયો. બ્રહ્મોસમાજને ખાળી નાખ્યો. ગાંધીજીએ આર્ય સમાજને ખાળી નાખ્યો. જો બ્રહ્મોસમાજના પૂરને ખાળવામાં ન આવ્યો હોત તો એક પ્રકારની ઇન્ડિયન ક્રિશ્ચિઅનિટીની નવી આવૃત્તિ બંગાળ ઉપર ફેલાઈ ગઈ હોત. રામકૃષ્ણની કીર્તિથી શત્રુઓને પીડા થવા લાગી. બહુ પ્રયત્નો કર્યા પછી વેશ્યાને સાધીને કલંક લગાડવાનો પ્રયત્ન કર્યો. રામકૃષ્ણને વેશ્યાના ઘરે જતાંજ ખબર પડી, સમજી ગયા અને વેશ્યાના ચરણોમાં પડી ગયા, ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા, કહેવા લાગ્યા, “तुम्ही काली, आमार काली, तुम्ही जगदम्बा, तुम्ही मात्रु शक्ति.” વેશ્યાનો વિકાર ખતમ થઇ ગયો. બહાર ઊભેલા માણસોને ગાળો દેવા લાગી કે તમારું સત્યાનાશ જશે. આ કોણ છે? તમે ઓળખી શક્યા છો? બધાના ચહેરા ફીકા પડી ગયા. @4.54min.

એમની કીર્તિ બહુ વધી પણ જ્યારે છેલ્લી સ્થિતિ આવી ત્યારે કંઠમાળ – કેન્સર થયું. હું(સ્વામીજી) તમને ભલામણ કરું છું કે તમે બીજું કઈ નહિ વાંચો તો કઈ નહિ પણ તમે “રામકૃષ્ણ કથામૃત” જરૂર વાંચજો, રામકૃષ્ણનું જીવન ચરિત્ર વાંચજો.દયાનંદ સરસ્વતીનું જીવન ચરિત્ર વાંચજો. એમણે માં કાલીનું નામ દેતાં દેતાં પ્રાણ ત્યાગ્યા. ફ્રાન્સનો એક બહુ મોટો સાહિત્યકાર રોમારોલાએ રામકૃષ્ણ પરમહંસનું ચરિત્ર લખ્યુ અને એમની બહુ મોટી પ્રસિદ્ધિ કરી. એમણે કહ્યું તમારે પ્રકાશ જોઈએ છે? બંગાળ જાઓ ત્યાં પોતડી પહેરેલો સાધુ મળશે, જોવાયે ન ગમે, પણ તમે એની વાતો સાંભળશો ત્યારે તમને થઇ જશે કે આતો હજાર બાઈબલ ભણેલો છે, હજાર કુરાન ભણેલો છે, હજાર વેદો ભણેલો છે. આમ રોમારોલાએ પશ્ચિમ જગતમાં પ્રસિદ્ધિ કરી. પણ ખરી પ્રસિદ્ધિ તો વિવેકાનંદે કરી. આ મહાન વિભૂતિએ સમજાવ્યું કે નિરાકારની ઉપાસના આ ધરતી ઉપર સફળ નથી થતી. હિંદુ પ્રજાને કોઈ ને કોઈ અવલંબન નહિ આપવામાં આવે ત્યાં સુધી એને શાંતિ થતી નથી વળતી, આ પ્રકૃતિ છે. આ પ્રજાની મથાવટી છે. એમણે બધા ભગવાનના માધ્યમે અભેદ ભાવની સ્થાપના કરી. @11.11min.

૧૯મી સદીમાં થયેલા સંતોએ સુધારાનો શંખ ફૂંક્યો. પ્રજાના પ્રશ્નો, રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિકનું સમાધાન વિશે વિસ્તારથી સાંભળો. @17.48min.

આનંદિત રહેવું હોય તો આ ચારે પ્રશ્નોનું સચોટ સમાધાન કરો. નહિ કરો, તરંગી થશો તો આજ પ્રશ્નો તમને દુઃખી દુઃખી કરી નાંખશે. પહેલો પ્રશ્ન, રાજકીય. જે પ્રજા ગુલામ હોય, જેને જજિયાવેરો ભરવો પડતો હોય, જે કંગાલ થઈને જીવતી હોય, તેને મોક્ષ મળતો હશે? એ પ્રજાને તે વળી સ્વમાન હોતું હશે? ઉદાહરણથી સમજો. સામાજિક પ્રશ્ન, સમાજ કેટલો સંગઠિત છે? કેટલો બળવાન છે? ખોજા લોકોનું ઉદાહરણ. ત્રીજો પ્રશ્ન આર્થિક. ભારત ક્યારથી ગરીબ છે? જ્યારથી ઈતિહાસ છે ત્યારથી. @21.31min.

ભારતની હિંદુ પ્રજાના સામે મોટામાં મોટો અંધશ્રદ્ધાનો અને પલાયનવાદનો ધાર્મિક પ્રશ્ન છે. તમે કોઈ વ્યક્તિની મહત્તા આંકવા બેસો તો એની ચમત્કારની વાતોને કચરામાં ફેંકી દો. એક કબુતર કે ગાય જીવતી કરી દીધાં, એ વાતો જવા દ્યો, એથી પ્રજાનું કલ્યાણ થવાનું નથી. ઈઝરાઈલ, જાપાનમાં જઈને જુઓ કેટલા કબુતર જીવતા કર્યા? કેટલી ગાયો જીવતી કરી? આ તો બધી રચેલી કથાઓ છે, એમાં પડશો નહિ. કોઈપણ મહાપુરુષનું મહાપુરુષ તરીકે મૂલ્ય કરવું હોય તો તેના ચમત્કારમાં ના પડશો. @24.13min.

૧૯મી શતાબ્દીમાં હિંદુ પ્રજાની બધી રીતે પાયમાલી થયેલી હતી. જાપાનનો એક માણસ અમેરિકા ગયેલો તેને હોટલમાંથી બહાર કાઢેલો અને થોડાજ કલાકોમાં પાછો લેવો પડ્યો તે સાંભળો. @29.21min.

આપને ત્યાં કયા એવા આચાર્યો થયા, સંતો થયા, જેમણે તમને રાજકીય હેતુસર લડાવ્યા હોય? ધર્મમાંથી સંઘર્ષ મળ્યો નહિ પણ પલાયનવાદ મળ્યો. એક મુસલમાનને જે પ્રેરણા મળે છે, એ હિંદુ અનુયાયીને મળતી નથી, એનું આ પરિણામ છે. ગરીબીની સામે ઝઝૂમવાની જગ્યાએ આપણે પૂર્વના કર્મ જોડે સંબંધ જોડી દીધો. એટલે સંઘર્ષનો કોઈ પ્રશ્નજ રહ્યો નહિ. આ ચાર પ્રશ્ન ઉપર ધૂળ નાંખવાનો પ્રશ્ન ભયંકર છે. @35.39min.

આવા સમયમાં એક એવા મહાપુરુષ સંતની જરૂર હતી જે આ ચારે પ્રશ્નોની સામે લોકોને ઝઝુમતા કરે, તે સ્વામી વિવેકાનંદ. @36.37min.

પ્રવચનમાં ઉલ્લેખાયેલું भजन – जाके प्रिय न राम बैदेही – જો આનંદ સંત ફકીર કરે – શ્રી નારાયણ સ્વામી.

સૌજન્ય : સચ્ચિદાનંદજી

Categories: અધ્યાત્મ / યોગ, જીવનચરિત્ર | Tags: , , , | 2 Comments

Post navigation

2 thoughts on “સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ ચરિત્ર – સ્વામી સચ્ચિદાનંદ

  1. saras vishleshan

  2. *** આવા શ્રેષ્ઠ જીવન ચરિત્રો સતત આપતા રહો તો જે જાણે છે તેને ફરી-ફરી વચવું ગમશે, અને નવી પેઢીને નવું-
    નવું જીવન ઘડતરમાં ઉપયોગી થશે. ** આભાર॰**

Leave a comment

Create a free website or blog at WordPress.com.