Monthly Archives: March 2010
સદાચાર સ્તોત્ર
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ હવે સ્તોત્રકાર સ્તોત્ર રચવાની પ્રતિજ્ઞા કરે છે:- સર્વવેદાન્તસિદ્ધાન્તૈર્ગ્રથિતં નિર્મલં શિવમ | સદાચારં પ્રવક્ષ્યામિ યોગિનાં જ્ઞાનસિદ્ધયે || ૨ || શ્લોકાર્થ:- સર્વ ઉપનિષદોના સિદ્ધાંતો વડે ગૂંથેલા, પવિત્ર ને કલ્યાણરૂપ સદાચારને યોગીઓના જ્ઞાનની સિદ્ધિ માટે હું કહીશ. ટીકા:- ઈશાદિ સર્વ ઉપનિષદોના સિદ્ધાંતો જેમાં ઓતપ્રોત છે એવા, વાસ્તવિક પવિત્ર, [...]
સદાચાર સ્તોત્ર
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ સચ્ચિદાનન્દરુપાય જગદંકુરહેતવે | સદોદિતાય પૂર્ણાય નમોSનન્તાય વિષ્ણવે || ૧ || શ્લોકાર્થ: સચ્ચિદાનંદરૂપ, જગદરૂપ અંકુરના કારણ, સર્વદા ઉદય પામેલા અસ્તિત્વવાળા, પૂર્ણ અને અનંત પરમાત્માને મારા નમસ્કાર હો. ટીકા: ત્રણે કાલમાં એકરૂપે રહેનારા, જેનો જ્ઞાનસ્વભાવ કદી પણ લોપ પામતો નથી એવા, પરમપ્રીતિના સ્થાનરૂપ વા પરમાનંદરૂપ, પ્રતીત થતા [...]
સદાચાર સ્તોત્ર
સદાચાર સ્તોત્ર: આદિ શંકારાચાર્યજી મહારાજ ભાવાર્થદીપિકા ટીકા: શ્રીમન્નથુરામ શર્માજી મહારાજ મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા દોહરો બ્રહ્મઈશનું ધ્યાન ધરી, વંદી સદગુરુપાય; સદાચારની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧ આ સ્તોત્રમાં સદરૂપ બ્રહ્મને પ્રાપ્ત કરવાના આચાર વા ઉપાય દર્શાવેલા છે, તેથી આ સ્તોત્રનું નામ સદાચાર સ્તોત્ર રાખવામાં આવ્યું છે. ટીકાની નિર્વિઘ્ને પરિસમાપ્તિ થવા માટે તથા શિષ્ટાચારનું પરિપાલન કરવા [...]
ગાયત્રી મંત્ર
મિત્રો, જન્મથી બ્રાહ્મણ હોવાને લીધે અને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરેલા હોવાથી દરરોજ યથા શક્તિ ગાયત્રી મંત્રનું રટણ કરુ છું. આ મંત્રના જપથી મને ઘણી જ શાંતિ પ્રાપ્ત થાય છે તે મારો સ્વાનુભવ છે. વેદમૂર્તી અને તપોનિષ્ઠ આચાર્ય શ્રી રામ શર્માજીના ઉપનિષદોનો સંદેશ વાંચીને ઘણો જ પ્રભાવિત થયો છુ અને તેમના મહાન જ્ઞાનથી મારી અલ્પબુદ્ધિમાં ઘણો [...]
ઘણાં જન્મો, ઘણાં આત્માઓ
ઘણાં જન્મો, ઘણાં આત્માઓ લેખક: ડો.બ્રાયન વૈશ (Brain Weiss) ભાવાનુવાદક: અશોકભાઈ ન શાહ ભાવાનુવાદકની પ્રસ્તાવનાનો અંશ આપણે ત્યાં ના મોટા ભાગના ધર્મ-સંપ્રદાયો આત્માના અસ્તિત્વને તેના અમરત્વને સ્વીકારે છે અને માને છે કે દરેક જીવે તેના વર્તમાન ભવ પહેલા અનેક ભવ કર્યા હોય છે અને મૃત્યુ પછી પણ આવા અનેક ભવો તે કરશે. એમ કહી શકાય [...]
ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨૪ – ૪૭)
સંજય બોલ્યા: એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત | સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ ||૨૪|| હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશનાં આ વચનો પર ભગવાન હૃષિકેશે તે ઉત્તમ રથને બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરી દીધો. ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ | ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ ||૨૫|| રથને ભીષ્મ પિતામહ, દ્રોણ તથા અન્ય બધાંજ પ્રમુખ રાજાઓની સામે (એ બન્ને સેનાઓની મધ્યમાં) સ્થાપિત કરી, કૃષ્ણ [...]
પડઘાનો સિદ્ધાંત
મિત્રો, આપણે હંમેશા જોયું છે કે આ જીવન એક Echo System છે. આપણે કોઈ ઉંચા પહાડ ઉપર ચડીને સામેના પર્વત સામે જોરથી બુમ પાડીએ કે હે પર્વત તું મહાન છો. તો સામેથી પર્વત પણ કહેશે હે પર્વત તું મહાન છો. આપણે કહેશું કે તું સુંદર છો તો પર્વત પણ કહેશે કે તું સુંદર છો. આપણે [...]
ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૨૦ – ૨૩)
અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ | પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ ||૨૦|| હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે | ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં. અર્જુન બોલ્યા: સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેSચ્યુત ||૨૧|| યાવદેતાન્નિરિક્ષેSહં યોદ્ધુકામાનવસ્થિતાન્ | કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે ||૨૨|| હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો જેથી હું [...]
શબ્દોની અસર – મિત્રના ઈ મેઈલ પરથી
શું શબ્દોની અસર પાણી ઉપર થાય ખરી? ડો. માસારુ ઈમોટો, એક જાપાનના વૈજ્ઞાનિક એવું માને છે. અને તેની પાસે સાબીતી પણ છે. Can water be affected by our words? Dr. Masaru Emoto, a Japanese scientist, believes so. And he has proof. ડો.ઈમોટોએ પાણીની નાની બૂંદો લઈને, તેની ઉપર જુદા જુદા શબ્દપ્રયોગો કર્યા, સંગીત સંભળાવ્યું, અને [...]
ભગવદગીતાનો પોતાની બુદ્ધિથી અભ્યાસ (૧/૧૨ – ૧૯)
તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ | સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ ||૧૨|| ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિંહનાદ કર્યો અને શંખ વગાડવો શરૂ કર્યો. તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ | સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોSભવત્ ||૧૩|| ત્યારે અનેક શંખ, નગારા, ઢોલ, શૃંગી આદિ વગડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે [...]


વાચકો લખે છે.